સંંતરામપુર ગાયત્રી શકિતપીઠ દ્વારા નવ ચેતના જાગરણ 108 કુંડી મહાયજ્ઞ


મલેકપુર,
અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વધાનમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા નવ ચેતના જનજાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તા. 6/11/22 ના રોજ આવો ગડીએ સંસ્કારવાન પેઢી અંતર્ગત 600 બહેનોના ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન થયા.

આજ રોજ રાબેતા મુજબ યજ્ઞની શરૂઆત કરવામાં આવી. જેમાં મહિલા પ્રતિનિધિ તરીકે પધારેલ રાજ બાળાનું સ્વાગત ગાયત્રી પરિવારના ટ્રસ્ટીગણે કર્યું. મહીસાગર જિલ્લાના કાર્યકર એસ.એમ.ખાંટ નું સ્વાગત સાલ ઓઢાડી કર્યું. રાજબાળા દ્વારા સગર્ભા બહેનોને તેમનામાં રહેલ બાળકની સંભાળ કેવી રીતે રાખવી જેના વિચારો શ્રવણ સાથે સરખાવી દ્રષ્ટાંતરૂપી ઉદાહરણો આપી માતા બનવા માટેના આવનાર બાળક મહામાનવ કેવી રીતે બને તેનો વિશેષ સંદેશ પાઠવ્યો હતો. ગર્ભમાં રહેલ બાળક તેના માતા પિતા એ આવનાર બાળકને સંસ્કારવાન બને તેવું વાતાવરણ ઘરનું રાખવા અનુરોધ કર્યો. મંત્રોચ્ચાર સાથે ઔષધિ આપી ફુલ વરસાવી આસીર વચન પાઠવ્યા. જેનું સંચાલન મીનાબેનની ટોળીયે કર્યું. તેમજ વિવિધ સંસ્કારોમાં વિદ્યારમ-17, નામકરણ-19, મુંડન-51, અન્ન પ્રાસન-11 થયેલ છે. તેમજ વિવિધ સંસ્કારો પણ કરવામાં આવેલ છે. જેનું સંચાલન ભગોરાજી તેમ જ નાથાભાઈ પટેલ દ્વારા સંપન્ન કર્યું.

સગર્ભા બહેનોને ભગવતી ભોજનાલયમાં પ્રસાદ માટેની અલાયદી વ્યવસ્થા કરી જમાડવામાં આવ્યા હતા. ભગવતી ભોજનાલયમાં પ્રસાદ માટે ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવ્યું. જેમાં 20,000 થી વધુ ભક્તોએ લાભ લીધો. બપોર પછી મહિલા સંમેલન તેમજ કાર્યકર્તાઓને ગોસ્ટી તેમજ વિવિધ પ્રજ્ઞા મંડળો મહિલા મંડળો અને સખી મંડળોની જ્ઞાનગોસ્ટી ડોક્ટર અલ્પા શાહ તથા રાજબાળા બ્રહ્મભટ્ટ મારફતે દ્રષ્ટાંતો આપી મહિલા સશક્તિકરણ તેમજ મહિલા ઉત્કર્ષ માટેના વિવિધ દ્રષ્ટાંતો આપી મહિલાએ ઘરની લક્ષ્મી છેનું બિરૂદ આપી મહિલા ગોસ્ટીનું સમાપન કર્યું.