- પરિવારના લોકો અને સ્થાનિકોએ બાળકીને લાકડી વડે વીજ પોલથી અલગ કરી.
- બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ.
- વીજ પોલમાં કરંટ ઉતરતાં સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ
સંતરામપુર,
સંંતરામપુર નગરના રાણાવાસ વિસ્તારમાં નાની બેબીને વીજ કરંટ લાગ્યો. મધ્ય ગુજરાત વીજ કંપની ઘોર બેદરકારી સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજ પોલના છુટા વાયરોના કારણે નાની બેબીને લાગ્યો. કરંટ બુમ બરાડા પાડતા આજુબાજુના રહીશોના ઘરના પરિવારો લાકડાના ડંડા વડે વીજ થાંભલા થી દૂર કરવામાં આવેલી હતી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતી . હાલમાં તબિયત સારી છે, પરંતુ વરસાદ ચાલુ થતા જ આવા થાંભલા ઉપરથી કરંટ ઉતરતાં જ ઘટના બની હતી. બેબી રમીને ઘરમાં આવતી હતી. કરંટ આવતા જ થાંભલા સાથે ખેંચાઈ ગઈ. આખા રાણાવાસ વિસ્તારમાં આજ પરિસ્થિતિ જોવાઇ રહી છે. આવી રીતે ખુલ્લા વાયરના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું, પરિવાર એમજીવીસીએલમાં ફોન કરીને જાણ કરી પરંતુ જાણે હજુ સુધી કોઈ કર્મચારી આવીને કામગીરી કરવામાં આવી નથી.