સંતરામપુર તાલુકાના 40 ગામોમાં કડાણા નદીનુ પાણી ઉતરતા ભેજવાળી જમીનનુ ટેટી અને તરબુચ ઉગાડી સમૃદ્ધ બન્યા

સંતરામપુર,સંતરામપુર તાલુકાના 40 ગામના ખેડુતો કડાણા નદીનુ પાણી ઉતારતા ભેજવાળી જમીન અને કાપવાળી જમીનમાં ખેડુતોએ સુંઢીયુ, તરબુચ, શકરટેટી, અને મગની ખેતી કરીને સારો પાક મેળવે છે. સંતરામપુર તાલુકાના 40 ગામના ખેડુતો કડાણા જળાશય ચોમાસા દરમિયાનમાં ડેમનુ પાણી આ 40 ગામોમાં ચારે બાજુ ફરી વળતુ મળે છે. જે નીચલા વિસ્તારમાં ખેડુતો શિયાળો અને ચોમાસુ પાક કરી શકતા નથી. જયારે ઉનાળા સમય દરમિયાન ગરમીના કારણે પાણી ઓછુ થઈ જાય ત્યારે આવી ભેજવાળી જમીનમાં અને કાફાળી જમીનમાં મુંગા પશુઓ માટે ઓછી મહેનત કરીને સુંઢીયાનુ વાવેતર કરવામાં આવે છે. જે આ સુંઢીયુ મુંગા પશુઓને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાતુ હોય છે. જયારે કેટલાક ખેડુતો ચિતવા, બુગડ, પાણીયાર, કણજરા આ વિવિધ ગામોમાં ખેડુતો આ જમીનમાં મગનુ વાવેતર કરીને ઓછી મહેનત અને ઓછી પાણીમાં મગનો સારો ઉતારો મેળવે છે. ખેડુતો ભંડારા, સગવડીયા, ટીમલા ભાણા સીમલ, ખેડાપા, નાની કયાર જેવા ગામોમાં સુંઢીયુ નાંખીને ધાસ ઉછેરવાનુ કામ કરતા હોય છે. જેમાં 40 ગામના ખેડુતો 1000 ઉપરાંત પશુઓની આ ધાસ તેમના ઉપયોગમાં આવતુ હોય છે. જેથી કરીને બજારમાંથી લાવતો પડતો ધાસ તેમને મોંધો ના પડે તે માટે સુંઢીયુ નાંખીને ધાસનો ઉછેરો કરતા હોય છે. અને અન્ય ધાસનુ સંગ્રહ કરી દેવામાં આવતુ હોય છે. જયારે બીજા અન્ય ગામોમાં તરબુચ અને શકકરટેટી જેવા ફળાનુ પણ આવા નીચલા વિસ્તારમાં જમીનમાં ઓછા પાણીમાં ઉત્પાદન વધે તે માટે આવા ફળોને પણ ખેતી કરતા હોય છે. અત્યારમાં આ 40 ગામના ખેડુતોની અવી જમીન પણ ઉનાળા સમય દરમિયાન ભેજવાળી અને કાપવાળી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક કે બે વાર આવી જમીનમાં સુંઢીયાનુ વાવેતર કર્યા પછી તેની કાપડી કર્યા પછી પણ ફરી ધાસ ઓગળી જતુ હોય છે. જયારે મગનુ વાવેતર કરતી દરમિયાનમાં ઓછા પાણીમાં મગનો પણ સારો ઉતારો થતો હોય છે.