સંત નિરંકારી મિશન,દિલ્હીના લોકપ્રિય લેખક ગીતકાર મહાત્મા જગતજી ગોધરામાં

ગોધરા, આપ સર્વે ભાવિક ભક્તજનોને જણાવતાં આનંદ થાય છે કે, સંત નિરંકારી મિશન, દિલ્હીના લોકપ્રિય લેખક ગીતકાર પરમ આદરનીય મહાત્મા જગત ગીતકારજી કે જેમને નિરંકારી સંત સમાગમોમાં અને સદગુરૂની પ્રચારયાત્રાઓમાં સાંભળવાનો મોકો મળે છે. તેઓ તા.28-07-2023ને શુક્રવારના રોજ ગોધરા પધારી રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં સંત નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ, ગોધરા ખાતે સાંજે : 5 થી 7 દરમ્યાન સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પધારી દર્શન સત્સંગનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે. સત્સંગ સમાપ્તિ પછી તમામના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.