સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ, તા.23/07/2023 ના રોજ દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ માં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજીક વિભાગ) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન સિવિલ સાથે સાથે એક વિશાલ સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મિશનના અને દાહોદ શહેર તેમજ દાહોદની આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું. જેમાં 300 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ની ટીમ ઉપસ્થિત રહી હતી. આ રકતદાન શિબિર મા જેટલા રક્તદાતાઓ એ રકતદાન કર્યું તેમને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દરેકને એક એક વૃક્ષનું છોડ આપવામાં આવ્યું પર્યાવરણને બચાવવા માટે એક નવી પહેલ કરવામાં આવી.

આ શિબિરનું ઉદ્દઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે દાહોદ શહેરના એએસપી પી.જગદીશભાઈ બંગારવા પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ એ રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી અને જનકલ્યાણને સમર્પિત તેમની નિ:સ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી. આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિ અને ડોકટરોની સાથે આવેલ એમની ટીમની હૃદયપૂર્વક બધાનું આભાર પ્રગટ કર્યું.

એમને જણાવ્યું કે, સંત નિરંકારી મિશનમાં અત્યાર સુધી આશરે 7,400 થી વધુ શિબિરો અને લગભગ 12,50,000 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.