હાલોલ,તા.10/12/2023ના રોજ હાલોલ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિશનના અને હાલોલ શહેર તેમજ હાલોલની આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું. જેમાં163 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ઝાયડસ હોસ્પિટલ ની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ શિબિરનું ઉદ્દઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રભાઈ ગડરિયાના કર કમલો દ્વારા કરવામાં આવ્યું જેમાં હાલોલ બ્રાન્ચના સંયોજક સતિષભાઈ તથા સાથે હાલોલ શહેરના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર, મામલતદાર બી.એમ. જોષી, પી.આઈ. કે.એલ. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનું આયોજન વી.એમ. શાહ સ્કૂલ, કોલેજ કેમ્પસ, ગોધરા રોડ, હાલોલ ખાતે કરવામાં આવ્યું. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જએ રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી અને જન કલ્યાણને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી. આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિ અને ડોકટરોની સાથે આવેલ એમની ટીમની હૃદયપૂર્વક બધાનું આભાર પ્રગટ કર્યું.
એમને જણાવ્યું કે, સંત નિરંકારી મિશનમાં અત્યાર સુધી આશરે 7,450 થી વધુ શિબિરો અને લગભગ 13,00,000 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.