સાંસદ તરીકે ચુંટાતા વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું

બનાસકાંઠાના સાંસદ પદે ચૂંટાયા બાદ ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.ગાંધીનગર ખાતે વિધાનસભા અયક્ષ શંકર ચૌધરીને રૂબરી મળીને ગેનીબેન ઠાકોરે રાજીનામું સોંપ્યું. રાજીનામું આપતી વખતે કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા સાંસદ તરીકે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ગેનીબેન ઠાકોરના સમર્થનમાં નારા લગાવી આગવા અંદાજમાં ગેનીબેન ઠાકોરને આવકારવામાં આપવામાં આવ્યો હતો.ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને પ્રભારી મુકુલ વાસનિક પણ કોંગ્રેસ કાર્યાલયે ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક ખાલી થતા દાવેદાર કોણ તેની પર નજર છે. ભાજપ અને કોંગ્રેસની નજર વાવ વિધાનસભા બેઠક પર છે. કોંગ્રેસમાંથી ગુલાબ સિંહ રાજપુત, ઠાકરશી રબારી, કે પી ગઢવી ઉમેદવાર હોઇ શકે છે.

ભાજપમાંથી ગજેન્દ્ર સિંહ ઠાકોર,ખેમજી વાઘેલા, રજનીશ પટેલ ઉમેદવાર હોઇ શકે છે. વાવ વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારની અટકળોનો દોર શરૂ કરવામાં આવી છે. છેલ્લી બે ટર્મથી ગેનીબેન કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા