સંસદ સુરક્ષા ભંગ કેસના તમામ આરોપીઓની પોલીસ કસ્ટડીમાં વધારો

નવીદિલ્હી, દિલ્હીની એક કોર્ટે સંસદ સુરક્ષા ભંગ કેસમાં તમામ આરોપીઓની કસ્ટડી આઠ દિવસ માટે વધારી દીધી છે. છમાંથી પાંચ આરોપીએ પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમતિ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સંસદ સુરક્ષા ભંગ કેસમાં છમાંથી પાંચ આરોપીઓએ પોલીગ્રાફ ટેસ્ટ માટે કોર્ટમાં પોતાની સંમતિ આપી દીધી છે. નીલમે ટેસ્ટ કરાવવાની ના પાડી.એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરની કોર્ટે તમામ આરોપીઓની પોલીસ કસ્ટડી વધારી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ ધનરાજ શિંદે, નીલમ આઝાદ, લલિત ઝા અને મહેશ કુમાવતને ૧૫ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. નીલમને તાત્કાલિક મુક્તિ માટેની અરજી પર રાહત મળી નથી

બીજી બાજુ, ૩ જાન્યુઆરીએ, કોર્ટે સંસદ સુરક્ષા ઉલ્લંઘન કેસમાં ધરપકડ કરાયેલા છ લોકોમાંથી એક નીલમ આઝાદને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે કહ્યું હતું કે આરોપીને તેની પસંદગીના કાનૂની પ્રેક્ટિશનર દ્વારા બચાવ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર એ નિર્દોષ થવાનું કારણ બની શકે નહીં કારણ કે કલમ ૨૨ હેઠળ તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું નથી.