સંસદની સ્થાયી પ્રકૃતિ બનતી નારેબાજી

હૃદયવિદારક ઘટના

લોક્સભા ચૂંટણી બાદ સંસદનું વિશેષ સત્ર જે રીતે સમાપ્ત થયું, તેનાથી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવની આશંકા વધી ગઈ છે. આ ટકરાવથી માત્ર સંસદની ગરિમા જ પ્રભાવિત નહીં થાય, સાથે જ સંસદીય કામકાજને યોગ્ય રીતે સંચાલિત કરવું પણ મુશ્કેલ થશે. તેના અણસાર એટલા માટે દેખાઈ રહ્યા છે, કારણ કે પાછલા બે-ત્રણ દિવસમાં લોક્સભા અને પછી રાજ્યસભામાં એક નહીં અનેક નિરાશાજનક અને સંસદની ગરિમાને લાંછન લગાડતાં દશ્યો જોવા મળ્યાં.

જોકે આ વખતે લોક્સભામાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પોતાનું સખ્યાબળ વધારવામાં સમર્થ રહ્યા, તેથી તેની પૂરતી સંભાવના હતી કે વિપક્ષ ક્યાંય વધુ ઉત્સાહિત દેખાશે, પરંતુ એવી આશા ઓછી હતી કે આ ઉત્સાહ બિનજરૂરી આક્રમક્તા રૂપે જોવા મળશે. દેશના દુર્ભાગ્યે એવું જ જોવા મળ્યું અને તેની શરૂઆત ત્યારે જ થઈ ગઈ, જ્યોર લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રૂપે રાહુલ ગાંધીએ પોતાના પહેલા જ સંબોધનમાં સત્તાપક્ષને વિભન્ન મુદ્દે કઠેરામાં ઊભા કરવાની કોશિશમાં વડાપ્રધાન પર વ્યક્તિગત આક્ષેપ કર્યા. તેઓ હિંદુઓને અપમાનિત કરવાથી પણ ખચકાયા નહીં.

તેમણે બલિદાની અગિદ્ઘવીરોના સ્વજનોને વળતર આપવા મામલે પણ ધરાર જૂઠ્ઠાણું ચલાવ્યું અને એવું જ એમએસપી મુદ્દે પણ કર્યું. એ જ કારણે તેમના સંબોધનના કેટલાય અંશ સદનની કાર્યવાહીમાંથી કાઢવા પડ્યા.

રાહુલ ગાંધીના અસંસદીય વલણ બાદ પણ સત્તાપક્ષે તેમને અપેક્ષાકૃત શાંતિથી સાંભળ્યા, પરંતુ જ્યારે વડાપ્રધાનનો બોલવાનો વારો આવ્યો તો વિપક્ષ સતત નારેબાજી જ કરતો રહ્યો. તેને કારણે તેમને સાંભળવા મુશ્કેલ થઈ ગયું. જોકે રાહુલ ગાંધી ટકરાવના રસ્તે જ ચાલી નીકળ્યા હતા, તેથી સત્તાપક્ષ તરફથી પણ વિપક્ષ કટાક્ષ કરવામાં આવ્યા. તેનાથી કટુતા વધી. સામાન્ય રીતે રાજ્યસભા વિશે એ ધારણા છે કે અહીં અપેક્ષાકૃત ધીર-ગંભીર ચર્ચા થાય છે, પરંતુ એ ધારણા પહેલાં જ વસ્ત થઈ ચૂકી છે. આ વખતે તે વધુ વસ્ત થતી દેખાઈ.

રાજ્યસભામાં વિપક્ષે વડાપ્રધાનને સાંભળવાને બદલે સદનનો બહિષ્કાર કરીને બહાર નારેબાજી કરવાનું બહેતર માન્યું. સંસદના આગામી સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની કટુતા ઓર વધી શકે છે. બહેતર રહેશે કે બંને પક્ષ એ સમજે કે સંસદમાં હંગામો અને નારેબાજી થતા રહેવાથી કોઈને કશું જ હાંસલ નહીં થાય. સંસદ એટલા માટે ન ચાલવી જોઇએ કે ત્યાં વ્યર્થનો હોબાળો જોવા મળે. તેમાં કમ સે કમ આમ જનતાની કોઈ દિલચસ્પી નથી. આખરે વિપક્ષ હોબાળો કરવાને બદલે સરકાર પાસે જવાબ માગવાની રણનીતિ કેમ નથી અપનાવતો?

નિ:સંદેહ એવી કોઈરણનીતિ ત્યારે જ કારગત થઈ શકે જ્યારે તે સંસદીય પરંપરાઓનું પાલન કરે અને પોતાની વાત કાયદેસર કહે. એવું કરીને જ તે સરકારને જવાબ આપવા અને તેને કઠેરામાં ઊભા કરવામાં સફળ થઈ શકે છે. એ નિરાશાજનક છે કે વિપક્ષ ઉઘાડેછોગ એ દેખાડી રહ્યો છે કે તેની રુચિ તો માત્ર સરકારને નીચાજોણું કરાવવાનો જ છે.