સંસદમાં હોબાળાથી યુવા સાંસદોને નુક્સાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી,

સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૃહમાં હોબાળો ઠીક નથી કેમ કે તે સંસદની કામગીરીને તો નુક્સાન પોહચાડી જ રહ્યું છે સાથે યુવા સાંસદો માટે પણ તે નુક્સાનરૂપ છે, કેમ કે જે તે શિખવા માગે છે તેનાથી તે દુર થઈ જાય છે. વિપક્ષના સાંસદોને પણ તેમણે કહ્યું કે અમને બોલવાની તક ન મળે તો અમે ઘણું સહન કરીએ છીએ. આશા છે કે તમામ પક્ષો તેમના યુવા સાંસદોનું દર્દ સમજશે. વડાપ્રધાનએ કહ્યું કે ‘હું સંસદ સત્રને પ્રગતિશીલ બનાવવા માટે સામૂહિક પ્રયાસ કરવા વિનંતી કરું છું’.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે હાલમાં જે સંજોગો છે તે જોતા ભારતને આગળ વધવાની ખાસ્સી તક છે અને વિચારો તેમજ ચર્ચા તેને નવી દિશામાં દોરી જઈ શકે છે તેવામાં રાજકીય પક્ષોના સુઝાવ પણ તેમાં મદદરૂપ બની શકે છે, આ અવાજ ગૃહમાંથી પણ બહાર આવી શકે છે. તેમણે સંસદના બાકી રહેલા કાર્યકાળ માટે હું તમામ પક્ષોના લોર લીડર્સને વિનંતી કરું છું કે તેઓ પ્રથમ વખત જીતેલા યુવાનોને વધુ તક આપે જેથી ચર્ચામાં તેમની ભાગીદારી વધે.

આ દરમિયાન પીએમ મોદીએ પણ ભારત દ્વારા જી-૨૦ની યજમાની પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત માટે આ એક મોટી તક છે. ભારત વૈશ્ર્વિક મંચ પર તેની ભાગીદારી વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે વિશ્ર્વમાં ભારતનું સ્થાન મહત્વનું છે. વિશ્ર્વ સમુદાયમાં ભારતને સન્માન મળ્યું છે અને ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે. આવા સમયે જી-૨૦નું આયોજન કરવું એ મોટી વાત છે. આ માત્ર રાજદ્વારી તક નથી, પરંતુ ભારતની અખંડિતતા બતાવવાની અને ભારતને જાણવાની તક છે. ભારત માટે વિશ્ર્વ મંચ પર પોતાની મજબૂત સ્થિતિ બતાવવાની તક છે.

જણાવી દઈએ કે સંસદ સત્ર ૭ ડિસેમ્બરથી શરૂ થયું છે અને ૨૯ ડિસેમ્બર સુધી ચાલશે. આ પહેલા મંગળવારે સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. આમાં વિપક્ષી દળોએ મોંઘવારી, બેરોજગારી, ચીન સરહદ પરની સ્થિતિ, કોલેજિયમનો વિષય અને કેન્દ્ર-રાજ્ય સંબંધો જેવા મુદ્દાઓને ઉઠાવવા અને ચર્ચા કરવા માટે પૂરતા સમયની માંગ કરી છે. સંસદ સત્ર પહેલા સરકારે સોમવારે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષે આ માંગ કરી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, બીજેડી, આપ સહિત ૩૧ પક્ષોના ગૃહના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.