સંસદમાં અખિલેશ અને અનુરાગ ઠાકુર વચ્ચે અગ્નિવીર યોજનાને લઇને ધારદાર નિવેદનબાજી

સંસદમાં બજેટને લઇને સપાએ અધ્યક્ષ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર વચ્ચે અગ્નિવીર યોજનાને લઇને ધારદાર નિવેદનબાજી જોવા મળી. આ અંગે અખિલેશ યાદવે સરકારને પૂછ્યુ કે અગ્નિવીર યોજના આટલી સારી છે તો રાજ્યોને ૧૦ ટકા અનામત આપવા કેમ નથી કહેતા.જેના જવાબમાં હમીરપુરના બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો કે અગ્નવીરમાં ૧૦૦ ટકા રોજગારીની ગેરંટી છે અને રહેશે.

અખિલેશ યાદવે સંસદમાં કહ્યું કે સરકાર પોતે માને છે કે અગ્નિવીર યોજના યોગ્ય નથી. આથી તે રાજ્ય સરકારોને કહી રહી છે કે અગ્નિવીર જ્યારે પરત આવે ત્યારે તેમને અનામત આપો. નોકરી આપો. આ દરમિયાન જ્યારે હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુરે સત્તાધારી પક્ષ તરફથી વાત કરી તો અખિલેશ યાદવે કહ્યું કે હું બેસી જાઉ છું અને તમે ઉભા થાઓ અને કહો કે યોજના બરાબર છે.

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે હું હિમાચલથી આવું છું. જેણે પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્મા દેશને આપ્યા. હિમાચલ પ્રદેશના બહાદુર યુવાનો જે કારગિલ યુદ્ધમાં સૌથી વધુ શહીદ થયા હતા. જેમાં બે કેપ્ટન વિક્રમ બત્રા અને સુબેદાર સંજય કુમાર હિમાચલથી છે. જે લાંબા સમયથી માગ હતી વન રેંક વન પેન્શનની તે એક પણ સરકારે પુરી ન કરી પણ મોદી સરકારે પુરી કરી. તેમણે કહ્યું અખિલેશજી સાંભળો, અગ્નિવીરમાં ૧૦૦ ટરા રોજગારીની ગેરંટી છે અને રહેશે.

આ પછી કન્નૌજના સાંસદે કહ્યું કે હું બીજી વાત કહું છું કે તમારે રાજ્યોમાં ૧૦ ટકા ક્વોટા શા માટે આપવો પડે છે. અખિલેશ યાદવે અનુરાગ ઠાકુરને પૂછ્યુ કે શું તમે ક્યારેય તે મિલિટરી સ્કૂલમાં ગયા છો ? મેં પોતે એક મિલિટ્રી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તમે પરમવીર ચક્રની વાત કરી રહ્યા છો તો અમે પણ પરમવીર ચક્ર મેળવનારા નામો ગણાવી શકીએ છીએ. જેનો વળતો જવાબ આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે તે તો માત્ર મિલિટ્રી સ્કૂલમાં ગયા છે જ્યારે હું તો આજે પણ આર્મીમાં કેપ્ટન રેંકની સેવા આપી રહ્યો છું. વધુમાં કહ્યું કે અખિલેશ જી, ફક્ત જ્ઞાન ન વહેંચો. તમને પણ રાહુલજીની સાથે બેસીને જૂઠું બોલવાની આદત પડી ગઇ છે.