સાંસદ ઇલેક્શન મોડમાં વ્યસ્ત:ઝોળી લઇને મત માંગવા નીકળ્યા..ગોદીરોડ સહિત દાહોદવાસીઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત….

દાહોદ, તા.01/07/2023 પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સિકલસેલ એનીમીયા નિર્મુલન અભિયાનનો શુભારંભ મધ્યપ્રદેશના શેડહોલ ખાતેથી કરવામાં આવેલ છે. આ અભિયાનમાં દેશના 17 રાજ્યો જ્યાં આદિજાતિ વસ્તીનું પ્રમાણ વધુ છે તેવા રાજ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમા ઈન્ટરનેટના માધ્યમથી કરવામાં આવ્યુ. કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જીલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટીયા ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજીત કરવામાં આવ્યો જેમાં શીતલકુમારી વાઘેલા જીલ્લા પ્રમુખ ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, કલેકટર ડો હર્ષિત ગોસાવી , જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તથા જીલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ આ પ્રસંગે હાજર હતા. ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ખાતે રા.ક મંત્રી પંચાયત કૃષિ વિભાગ બચુભાઈ ખાબડ તથા સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેલ અને સાથે સાથે આ કાર્યક્રમ તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જીલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, સભ્યઓ, સરપંચઓ તથા અન્ય પદાધિકારીઓ/ અધિકારીઓ હાજરીમાં આયોજીત કરી કાર્યક્રમનો હેતુ સફળતાપૂર્વક સિધ્ધ કરવામાં આવેલ છે. વિવિધ સ્થળોએ કરેલ કાર્યક્રમમાં આવેલ તમામ મહાનુભાવોનું આમળા, સરગવા, તુલસી, અરડૂસી, બારમાસી, એલોવેરા, પાનફૂટી જેવા છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું. દિપ પ્રાગટ્ય, પ્રાર્થના વિગેરે પ્રવૃત્તિઓ સહ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભવો દ્રારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ. દાહોદ જેવા આદિજાતિ જીલ્લામાં સીકલસેલ એનીમીયાના દર્દીઓ વિશેષ મળી આવે છે. પ્રધાનમંત્રી દ્રારા સીકલસેલ એનીમીયા નિર્મુલન માટે એક ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સીકલસેલ એનીમીયા નાબુદ કરવાની નેમ લેવામાં આવી છે. આ મિશન અંતર્ગત દેશના 0 થી 40 વર્ષની વયજુથના અંદાજીત બાળકો/ સગર્ભા મહિલાઓ સહિત 7 કરોડ જેટલા નાગરિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે. કાર્યક્રમના સ્થળે સીકલસેલ એનીમીયા વિશે જનજગૃતિ કરવામાં આવેલ અને લોકોને સીકલસેલ એનીમીયાના લક્ષણો, સારવાર, સ્ક્રીનીંગનુ મહત્વ, અટકાયતી ઉપાયો જેમકે લગ્ન પહેલા સીકલસેલ તપાસ વિગેરે બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએથી સિકલસેલ એનીમીયા નિર્મુલન અભિયાનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ જે જીલ્લાના વિવિધ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે મોટી સંખ્યા માં જનસમુદાયની ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યું. ત્યારબાદ સિકલસેલ એનીમીયા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.