સંસદ એ રાજાઓ અને રાજકુમારોનો મહેલ નથી: સપા સાંસદ ચૌધરી

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના લોક્સભા સાંસદ આરકે ચૌધરીએ સંસદમાં લગાવેલા સેંગોલ પર સવાલ ઉઠાવ્યા છે અને તેને હટાવવાની માંગ કરી છે. લોક્સભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે અને આવી સ્થિતિમાં તેની જગ્યાએ બંધારણ રાખવું જોઈએ.આરકે ચૌધરીએ લખ્યું કે મેં આ સન્માનિત ગૃહના સભ્ય તરીકે તમારી સમક્ષ શપથ લીધા છે કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ, પરંતુ ગૃહની ખુરશીની જમણી બાજુ સેંગોલને જોઈને હું આશ્ર્ચર્યચક્તિ થઈ ગયો.

નવી સંસદ ભવનનું નિમણ થયા પછી, ચાંદીથી બનેલું અને સોનાથી મઢેલું સેંગોલ, લોક્સભાના અયક્ષની ખુરશી પાસે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ ૧૯૪૭માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો અને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો. સપા નેતા આરકે ચૌધરીએ આરકે ચૌધરીએ પણ લોક્સભા અયક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું કે આપણું બંધારણ ભારતીય લોકશાહીનું પવિત્ર પુસ્તક છે, જ્યારે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. આપણી સંસદ લોકશાહીનું મંદિર છે, કોઈ રાજા કે રાજવી પરિવારનો મહેલ નથી. તેમણે વધુમાં કહ્યું, હું વિનંતી કરવા માંગુ છું કે સેંગોલને સંસદ ભવનમાંથી હટાવી દેવામાં આવે અને તેની જગ્યાએ ભારતીય બંધારણની વિશાળ નકલ સ્થાપિત કરવામાં આવે.