પશ્ચિમ બંગાળની બેહરામપુર લોક્સભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છેપવડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે ગેરકાયદે કબજો કર્યો હોવાના આક્ષેપથી વિવાદ ઉભો થયો છે
કોર્પોરેશનની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી તેમ છતાં યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. યુસુફ પઠાણે ૨૦૧૨માં આ જમીન વેચાણે લેવાની માગણી કરી હતી..જેના લઈને પ્રતિ ચોરસ મીટર ૫૭,૨૭૦ના પ્રીમિયમથી ૯૭૮ ચો.મી જમીન ફાળવવા પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરાઈ હતી..કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો.
પશ્ચિમ બંગાળની બેહરામપુર લોક્સભા બેઠક પરથી યુસુફ પઠાણ સાંસદ બન્યા છે. તાંદલજામાં તેમના ઘરની બાજુમાં આવેલા કોર્પોરેશના પ્લોટ પર યુસુફ પઠાણે ગેરકાયદે કબ્જો કરી ત્યાં દીવાલ અને તબેલો બાંધી દીધો હોવાનો આક્ષેપ છે.