સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગ, નકલી દસ્તાવેજોની મદદથી એક યુવક ઘુસ્યો

નવીદિલ્હી,સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી દસ્તાવેજોની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો. દિલ્હી પોલીસે યુવકની ધરપકડ કરી છે અને તેની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, દિલ્હી દત્ત પથ પોલીસ સ્ટેશને નકલી ઓળખ કાર્ડ પર નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયની ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપીનું નામ આદિત્ય પ્રતાપ સિંહ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તપાસ કરી રહી છે કે આદિત્ય ફેક આઈડી પર કયા હેતુથી દાખલ થયો હતો. પરંતુ હાલમાં કોઈ ટેરર ??એન્ગલ જોવા મળ્યો નથી. મળતી માહિતી મુજબ, તે કોઈની સાથે છેતરપિંડી કરવાના ઈરાદે અંદર પ્રવેશ્યો હતો. સ્પેશિયલ સેલ અને અન્ય એજન્સીઓએ પણ આરોપીઓની પૂછપરછ કરી છે.

ગયા વર્ષે ૧૩ ડિસેમ્બરે લોક્સભામાં બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી ડેસ્ક પર કૂદીને કલર સ્મોગ કાઢવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આખો હોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો. તે જ સમયે તેના મિત્રોએ પણ સંસદની બહાર આવું જ પ્રદર્શન શરૂ કર્યું હતું. આરોપીઓએ તપાસર્ક્તાઓને કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય મણિપુર હિંસા, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ તરફ યાન દોરવાનો હતો. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.