દાહોદ,
તા. 19-12-2022ના રોજ સંકુલ કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન દાહોદ ખાતે કરવામાં આવેલ તેમાં જી.પી.ધાનકા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા માંથી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગ-3માં ભાગ લેવામાં આવ્યો હતો. એમાં બાળ વૈજ્ઞાનિક મંડોડીયા રાજ અને માર્ગદર્શક દેવાંગભાઈ પ્રજાપતિ દ્વારા કૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મોડલમાં જેમાં પ્રથમ ભાગમાં યોગ ક્લબ દર્શાવ્યું છે. ત્યાં જીમના સાધનો દ્વારા કસરત કરે છે. વહેલી સવારે ઝાડ નીચે યોગ કરી રહ્યા છે. જેથી સ્વચ્છ ઓક્સિજન યુક્ત હવા મળી રહે બીજા ભાગમાં અલગ અલગ ફાસ્ટ ફૂડ બતાવવામાં આવ્યા છે. જે શરીરને નુકસાન કરે છે. ફાસ્ટ ફૂડ થી એસિડિટી બ્લડ પ્રેશર, સુગર જેવા રોગો થાય છે. ત્રીજા ભાગમાં ઘરની સ્વચ્છતા વિશે સમજુતિ આપવામાં આવેલ છે. જયારે ચોથા ભાગમાં નશાકારક પદાર્થો વિશે માહિતી આપવામાં આવી છે. નશાકારક પદાર્થ થી ફેફસાને નુકસાન થાય છે. એની જાણકારી આપવામાં આવી છે અને અંતે સ્વચ્છતા માટેનો સંદેશો આપવામાં આવ્યો.