ગોધરા, સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન બેંગલોર તથા સાર્થક સેવા ફાઉન્ડેશન ગોધરા દ્વારા ગોધરા શહેરમાં જુલાઈ 2023 થી થેલેસેમિયા મેજર બાળકોને નિશુલ્ક બ્લડ ટ્રાન્સફયુઝન સાથે જરૂરી દવાઓ સોનોગ્રાફી,ઇકો, બ્લડ રિપોર્ટ વગેરેની નિશુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ સેન્ટરમાં 50 બાળકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા દ્વારા તમામને લોહી નિયમિત રીતે પૂરૂં પાડવામાં આવે છે.આજરોજ જીલ્લા કલેક્ટર આશિષકુમાર તથા તેઓની સાથે રેડ ક્રોસ ચેરમેન ભોલંદાએ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. બાળકો સાથે ચર્ચા કરી સેન્ટર કોઓર્ડીનેટર અલકાબેન એચ. દરજીને આ માનવસેવાની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.