
ફેફસાના કેન્સરની બિમારીથી પીડાઈ રહેલા બોલીવૂડ અભિનેતા સંજય દત હાલ પોતાના આ રોગની સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં કેમોથેરાપી કરાવી રહ્યો છે પરંતુ તે આજે રોગની વધુ સારવાર માટે અમેરિકા જવા રવાના થયો છે.. સંજય દતની સાથે તેના પત્ની માન્યતા પણ અમેરિકા પહોંચી છે. નજીકના સુત્રોના જણાવ્યા મુજબ સંજયે તેના કુુટુંબ માટે દુબઇ સુધીની ચાર્ટર્ડ ફલાઈટ કરી હતી અને ત્યાંથી સંજય દત પોતે અમેરિકા જશે. તે આઠ થી દસ દિવસ રોકાશે તેવી શક્યતા છે. સંજય દતનું ફેમીલી આ સમય દરમ્યાન દુબઇમાં રોકાશે.