
સંજેલી તાલુકાના હિરોલા ગામ ખાતે પાંડી ફળીયામા સંગાડા રમસુભાઈ મેતાભાઈના ઘરની આગળ ઢાળીયામાં વીજળી પડવાથી બે પશુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા સંજેલી તાલુકા ના બીજેપી પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ કટારાએ સ્થળ પર જઈ સ્થળ તપાસણી કરી હતી અને ત્યાં જઈ જોતા બે બળદ વીજળી પડવાના લીધે મૃત્યુ પામ્યા હતા અને ઘરની બહાર હલેડાનુ ઝાડ ફાટી ચીછડા થયેલ જોવા મળ્યું હતું. સમસુભાઈના ખેતી માટે જરૂરી બે બળદ મરી જતાં તેમણે સરકાર પાસે મદદ માટે માંગણી કરેલ છે, મોડી રાત્રીએ અચાનક વીજળી ત્રાટકતા બે બળદના મોત નિપજ્યા હતા,
સંજેલી નગરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા, લોકોમાં ઘરોમાં પાણી ભરાયા.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી જેને લઈ સંજેલી નગર સહિત તાલુકા ભરમાં વરસાદી માહોલ જામ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જેને લઈ માંડલી રોડ ખાતે આવેલા નીચવાસ ઘરોમાં વરસાદી પાણી ભરાય જવાના બનાવો બન્યા હતા, ગટરોના અભાવને અવાર-નવાર વરસાદી પાણી ભરાય જવાના બનાવો બનતા હોઈ છે જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પ્રવતી હતી, સંજેલીમાં વીજળીના કડાકા ભડાકા મેહુલ્યો વરસ્યો હતો રોડ પર નદીઓની જેમ રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા.