સંજેલી તાલુકાના લોકોને મળી નવી એક ભેટ બાળકોના શિક્ષણના વિકાસ અને ઉચ્ચતર પ્રગતિના પથ સોપાનો સર કરી શકે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે કાવડાના મુવાડા ખાતે તૈયાર થયેલ નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બાલિકા વિધાલય નું બાળકોના હીત માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાવડાના મુવાડા ખાતે મહાનુભવોની ઉપસ્તીથીમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં બાળકોને સુવિધા યુક્ત સરળ રીતે કેળવી શકશે તેમજ સુવિધાઓથી ભરપૂર કસ્તુરબા ગાંધી વિદ્યાલય ભવન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહસિંહ ભાભોર , દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ,ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલિયાર, જિલ્લા મંત્રી રુચિતા રાજ, માનસિંગભાઈ ભાભોર, સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ તાલુકાના હોદ્દેદારો, બાલિકા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આચાર્ય સ્ટાફ સહિત બાળકો ગ્રામજનો ઉપસ્તીથ રહ્યા હતા