સંજેલીમાં મેન બજારમાં બસ અને ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાકીકને ખાળવા તંત્રની નિષ્કાળજી, વાહન ચાલકો મનમરજી મુજબ ગાડીઓ પાર્ક કરતા હોય છે.

સંજેલી,
સંજેલી નગરમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાડમારી વેઠવાનો વારો પડે છે. જેના કારણે બસ ચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિકમાં ઉભા રહેવા પડતું હોય છે. સંજેલી મેન બજારથી લઈ ઝાલોદ રોડ સુધી વાહન ચાલકો દ્વારા પોતાની મનમરજી મુજબ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.

જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. જેને લઈ વેપારીઓને,સ્થાનિકોને ભારે તીવ્ર સમસ્યાઓ ઉતપન્ન જોવા મળી રહી છે. સંજેલી નગરમાં મેન બજાર થી ઝાલોદ રોડ તરફ જવાના માર્ગ પર નાના વાહન ચાલકો દ્વારા રોડની વચ્ચે મનમરજી પ્રમાણે વાહન પાર્ક કરી દેવામાં આવે છે. જેના કારણે મોટા વાહન ચાલકોને ગાડી પસાર કરવી માથાનો દુખાવો સમાન બની જવા પામેં છે. જેના કારણે વાહનચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવાનો વારો પડે છે. તંત્ર દ્વારા ટ્રાફિક જામની સમસ્યા હલ કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ સ્થાનિકોની માંગ છે.