સંજેલીમાં દબાણ કર્તાઓને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા નોટિસ ફટકારી.

સંજેલી નગરમાં દબાણ કર્તાઓને પંચાયત દ્વારા દબાણ દૂર કરવા આખરી નોટિસ ફટકારતા દબાણ કર્તાઓમાં ફફડાટની સાથે ડર વ્યાપી જવા પામ્યો છે નગરના મુખ્ય માર્ગક પર ઉભા કરેલા નાના મોટા દબાણ કારોના કારણે વાહન ચાલકો પોતાની મનમાની મુજબ આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા તીવ્ર બની છે અગાઉ 15 દિવસ અગાઉ પણ નોટિસ ફટકારી હતી નોટિસ નો કોઈ જવાબ ન મળતા પુનઃ પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફરીથી નોટિસ મા જણાવ્યું હતું અગાઉની નોટિસમાં આધાર પુરાવા રજૂ ના કરાતા તમારું દબાણ સાબિત માનવામાં આવે છે પંચાયત ધારો મુજબ 1993ની કલમ 105 કબ્જો સોંપી આપવો અન્યથા તક ચૂકશો તો પંચાયત અધિનિયમ 1993 થી કલમ 105 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને બિન-અધિકૃત દબાણ દૂર કરવામાં આવશે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  • દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો પંચાયતે આખરી નોટિસ ફટકારી,
  • બિનઅધિકૃત દબાણો દૂર કરવા પંચાયતની નોટિસ, નગરમાં ચર્ચાનો વિષય બન્યો,
  • પંચાયત દ્વારા વર્ષ 2016મા 800 ઉપરાંત નાના મોટા દબાણો દૂર કર્યા હતા.

સંજેલી નગરમાં વર્ષ 2016 દરમિયાન પંચાયત દ્વારા નાના મોટા 800 ઉપરાંત દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા જેમા ગ્રામ પંચાયતની કચેરી, પંચાયતનો પાકા શોપિંગ સેન્ટર સહિત તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે પુનઃ દબાણ કર્તાઓના રાફડો ફાટ્યો હતો જેને લઈ પંચાયત દ્વારા પુનઃ ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું નોટિસ આપતા પ્રતીત થાય છે,