સંજેલીના યુવાનનો મૃતદેહ થાળા ગામના અવાવરૂ કુવામાંથી મળ્યો


સંજેલી,
નવા વર્ષમાં માનગઢ ધામ ખાતે ફરવા ગયેલા સંજેલીના યુવાનની લાશ થાળા ગામે અવાવરૂ કુવામાંથી મળી આવી હતી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે ડામોર ફળિયામાં રહેતા મોતીભાઈ કાળુભાઈ ડામોરનો દિકરો વિજય ઉર્ફેૈ વિનોદ મોતી ડામોર(ઉ.વ.23)તા.26ના રોજ તેના મિત્રો સાથે માનગઢ ધામ ખાતે ફરવા જવાનુ છે તેમ કહી ધરેથી ગયો હતો. તે સાંજે ધરે પરત નહિ ફરતા ધરના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ નહિ મળી આવતા મોતીભાઈએ તેમના સગાઓને ધરે ભેગા કરી વિનોદ ધરેથી બેસતા વર્ષના દિવસથી તેના મિત્રોની સાથે માનગઢ ફરવા જવાનુ છુ કહી નીકળ્યો છે જે બે દિવસથી ધરે પાછો આવ્યો નથી. સંજેલી પોલીસ મથકે તા.28ના રોજ જાણ કરતા તપાસ હાથ ધરી હતી. તા.29ના રોજ થાળા ગામે અવાવરૂ કુવામાં કોઈ યુવાનની લાશ તરતી જોવા મળી હતી. તેની સંજેલી પોલીસને જાણ થતાં ત્રણ કિ.મી.દુર આવેલ થાળા ગામે જઈ અવાવરૂ કુવામાં બે દિવસથી ગુમ થયેલા ગોવિંદ તળાઈ ગામના યુવકની લાશ મળી આવી હતી. યુવાનનુ મોતનુ ચોકકસ કારણ જાણવા માટે સંજેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.