દાહોદ,દાહોદ જીલ્લાના સંજેલી વિસ્તારમાં ફેસબુક પર વ્યક્તિઓના ફેક આઈડી બનાવી કેટલાંક લોકોના ફોટા મુકી મરણ ગયેલ હોવાના ગીતો, સ્ટેટસ પર મુનાર ઈસમની સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા આણંદથી અટકાયત કર્યાનું જાણવા મળે છે.
સંજેલી વિસ્તારમાં કેટલાંક વ્યક્તિઓના ફેસબુક પર ફેક આઈડી બનાવી વ્યક્તિઓના ફોટા મુકી મરણ ગયેલ હોવાના ગીતો, સ્ટેટસ મુકાતા સંજેલી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવા પામી હતી. સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને ગુન્હામાં ઉપયોગમાં કરેલ ફેક ફેસબુક આઈ.ડી.નું ટેકનીકલ એનાલીસીસ કરતાં સુરેશભાઈ લાલસીંગભાઈ બારીયા (રહે. કકરેલી, ભેદી ફળિયા, તા.સંજેલી, દાહોદ) નાની પોલીસે આણંદ મુકામેથી ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવી હતી. આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.