સંજેલી,સંજેલી ગ્રામ પંચાયતમાં નળ સે નળ યોજના હેઠળ કામગીરી 20 ટકા પુર્ણ છતાં ગ્રામ પંચયતના સરપંચ અને તલાટી દ્વારા પાણી સમિતિ અને સભ્યોને અંધારામાં રાખી અને 70 ટકા રકમ ચુકવી દેતા ચકચાર મચી જવા પામી હતી. કાગળ પર જ 80 ટકાની કામગીરી પુર્ણ થઈ હોવાના કાગળ લઈ આવેલા વાસ્મો અન નળ સે જળ યોજનાના કર્મચારીઓનો ગ્રામ પંચાયતના સભ્યો અને પાણી સમિતિના સભ્યોએ ઉઘડો લીધો હતો.
સરકાર દ્વારા નળ સે જળ યોજના હેઠળ ધરે ધરે લોકોને પાણી મળી રહે તે માટે યોજના અમલમાં મુકી છે. અને આ યોજના હેઠળ સંજેલી ગ્રામ પંચાયતમાં બે કુવા સહિત ગામમાં બે કરોડ 39 લાખના ખર્ચે નળ સે જળ યોજના હેઠળ કોન્ટ્રાકટરને કામગીરી સોંપવામાં આવી છે. સરપંચ-તલાટી અને કોન્ટ્રાકટરની મિલીભગતથી એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી સંજેલી મેઈન બજારમાં ઠેર ઠેર દબાણના કારણે નળ સે જળ યોજના હેઠળ કામગીરી થઈ શકે તેમ ન હોય તે બાબતે કોન્ટ્રાકટર દ્વારા ગ્રામ પંચાયતને લેખિત-મોૈખિક રજુઆત કરવામાં આવી હતી અને હાલ મુખ્ય માર્ગ પર રસ્તા તોડી પાડી અને માર્ગ મકાન વિભાગ દ્વારા નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી પહેલા નળ સે જળ યોજના કામગીરી પુરી કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી. કોન્ટ્રાકટર દ્વારા કામગીરી શરૂ કરતા જ અઘ્યક્ષ દ્વારા હાલ રસ્તાની કામગીરી પુર્ણ થઈ ગયા બાદ નળ સે જળ યોજનાની કામગીરી શરૂ કરવા જણાવ્યુ હતુ પરંતુ નવીન રસ્તાની કામગીરી પુર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા રસ્તો તોડી પાડી અને કામગીરી કરવા માટે ના પાડી હતી. કોન્ટ્રાકટર અને સરપંચની ભાઈ ભાઈ ચાયણી સામે બે કરોડ 39 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ કામગીરી હાલ 20 જેટલી જ પુર્ણ થઈ છે. એક કુવો તેમજ સંજેલી નગરના ઝાલોદ રોડ, પ્રજાપતિ ફળિયુ, તળાવ રોડ, સંતરામપુર રોડ, શારદા હોસ્પિટલ ફળિયુ, પંચાલ ફળિયુ, ઠાકોર ફળિયુ, મસ્જિદ રોડ, ડિસ્લેરી ફળિયુ, ચામડીયા ફળિયુ નવી સવાહત લગભગ 80 ટકા વિસ્તારમાં નળ સે જળ યોજનાની કામગીરી બાકી છે. તેમ છતાં સરપંચ અને તલાટી દ્વારા પાણી સમિતિ કે ગ્રામ પંચાયતના સભ્યોને અંધારામાં રાખી અને બારોબાર 1 કરોડ 39 લાખ જેટલી 70 ટકા રકમ ચુકવી દેવામાં આવી છે. કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પુર્ણ થઈ હોય તેવુ લેખિત રજુ કરવામાં આવ્યુ છે. આ બાબતે ગામના જાગૃત નાગરિક સોલંકી સુરેન્દ્રસિંહ બળદેવસિંહ દ્વારા નળ સે જળ યોજના હેઠળ થયેલી કામગીરીમાં 80 ટકા જેટલી કામગીરી બાકી છે. જેથી નાણાં રોકી પાણી સમિતિના સભ્યોને સાથે રાખી અને ફળિયે ફળિયે તેનો સર્વે કર્યા બાદ જ નાણાં ચુકવવામાં આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અને યુનિટ મેનેજર, પ્રોજેકટ મેનેજરને લેખિત રજુઆત કરવામાં આવી છે. વાસમો અને નળ સે જળ યોજનાના કર્મચારી સંજેલી ગ્રામ પંચાયત ખાતે દોડી જતા પાણી સમિતિના સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ અને તલાટીનો સંપર્ક સાંધતા તેઓએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.