સંજેલી વનવિભાગ દ્વારા પટેલ સો-મીલને સીલ કરવામાં આવી

સંજેલી, સંજેલી ખાતે પટેલ સો મીલમાં શંકાસ્પદ સાગી લાકડાઓને લઈને વનવિભાગની ટીમે પટેલ સો મીલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.

સંજેલી ખાતે આવેલ પટેલ સો મીલમાં શંકાસ્પદ સાગી લાકડાનો જથ્થો જણાઈ આવતા સંજેલી વન વિભાગની ટીમે ઓચિંતી રેઈડ પાડતા નાસભાગ મચી જવા પામી હતી. સંજેલી તાલુકામાં મોટાભાગના જંગલો આવેલા છે. જયાં સાગી તેમજ પંચરાઉ વૃક્ષો આવેલા છે. અને આ જંગલોનુ નિકંદન ના થાય તે માટે વનવિભાગ દ્વારા દિવસ-રાત રાઉન્ડ મારી સેફટી ફોટા પણ લેવામાં આવતા હોય છે. પરંતુ વૃક્ષોનુ નિકંદન કરનારાઓ નવી નવી તકનીકો અપનાી જંગલના વૃક્ષોનુ નિકંદન કરી રહ્યા છે. પરંતુ તેમને ડામવા માટે સંજેલી વનવિભાગની ટીમે પટેલ સો મીલમાં રેઈડ પાડી હતી. અને સો મીલમાં પડેલા જથ્થાની તપાસ માટે સંચાલકને પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપી શકતા સો મીલને સીલ કરી દેવામાં આવી હતી. સંજેલી પટેલ સો મીલમાં લાકડાઓના જથ્થા માટે ઓચિંતી તપાસ હાથ ધરાતા અન્યોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.