સંજેલીના ઢેઢિયા ગ્રામ પંચાયતના મનરેગા કામોના કૌભાંડની તપાસ તાલુકા પંચાયતને સોંંપાતા આશ્ચ્રર્ય

દાહોદ,
સંજેલી તાલુકાના ઢેઢિયામાં મનરેગા કામોમાં આચરવામાં આવેલા કોૈભાંડમાં જે વ્યક્તિઓએ મજુરી ન કરી હોય તેવા નામોના આધારે બોગસ જોબકાર્ડ અને એકાઉન્ટ ખોલાવી નાણાં ઉપાડી લઈ કોૈભાંડ આચરવામાં આવ્યુ હોવાની જોબકાર્ડ ધારકો તેમજ ગ્રામજનોની રજુઆતને પગલે તંત્રએ તાલુકાના બે કર્મચારીઓને તપાસ સોંપવામાં આવી હતી.

સંજેલી તાલુકામાં આવેલા ઢડીયા ખાતે મનરેગા યોજના હેઠળ તળાવ ઉડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સાચા કાર્ડધારકોને અંધારામાં રાખીને તંત્રની મિલીભગતથી બુતીયા જોબકાર્ડ બનાવી ખોટા ખાતા ખોલાવી મોટાપાયે કોૈભાંડ કર્યું હોવાની જાણ થતા જ ગામના જાગૃત નાગરિક તેમજ સાચા જોબકાર્ડ ધારકોએ તાલુકા તેમજ જિલ્લા અધિકારીને લેખિત રજુઆત કરાતા સંજેલી તાલુકા અધિકારીએ તાલુકાના જ હિસાબનીસ તેમજ આંકડા મદદનીશને તપાસના આદેશ કર્યા હતા. શ્રમિકોને રોજગારી આપવાને નામે કોૈભાંડ આચરી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી રહી હોવાની રજુઆતને આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ચેક કરતા પોસ્ટ ઓફીસ ખાતામાં તમામ બોગસ ખાતા મળી આવ્યા હતા. તેમજ અલગ અલગ બેંકોમાંથી પણ બોગસ ખાતા મળી આવ્યા હતા. તેમાંથી બારોબાર નાણા ઉપાડી લેવામાં આવ્યા છે. ગામના અન્ય હયાત લોકોની જાણ બહાર જોબકાર્ડ બનાવી અને તે જ રીતે બારોબાર નાણાં ઉપાડી લીધા હોવાનુ કોૈભાંડ આચરવામાં આવ્યુ હોવાની તપાસમાં બહાર આવતા તાલુકા અધિકારીને આધાર પુરાવા સાથે તપાસ પંચ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ત્યારે આવા કોૈભાંડમાં માત્ર નાના કર્મચારીઓને જ ભોગ લેવામાં આવશે કે પછી મોટા માથાઓની પણ તપાસ કરવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.