સંજેલી તાલુકા પંચાયત પ્રમુખના સસરા ઉપર નેનકી બસ સ્ટેન્ડ ખાતે લાકડી અને પાઈપો વડે હુમલો

સંજેલી,સંજેલી તાલુકા પંચાયત પ્રમુખના સસરા પર નેનકી બસ સ્ટેશન પર ગામના બે ભાઈઓએ ભેગા થઈ અને અમારા માણસોને ભાજપની પાર્ટીમાં કેમ લઈ જાઓ છો તેમ કહી લાકડી અને પાઈપ વડે હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ધટના અંગે સંજેલી પોલીસે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

સંજેલી તાલુકાના નેનકી ગામે રહેતા નિવૃત્ત શિક્ષક જેન્તીલાલ રામસિંગભાઈ પલાસ, પુત્ર આકાશ અને પુત્રવધુ સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરૂણાબેન પલાસ સાથે લોકસભાની ચુંટણીને અનુસંધાને માંડલી ગામે ભાજપા પાટીની મિટીંગને લઈને જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નેનકી બસ સ્ટેશન પર આવી અને અન્ય માણસોની રાહ જોઈને ઉભા હતા. તે વખતે ગામમાં જ રહેતા મહેશભાઈ દલસુખભાઈ પલાસ અને વિનોદ દલસુખ પલાસ પોતાની ગાડી લઈ આવી અને બસ સ્ટેન્ડ પર ઉભી રાખી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં લાકડી અને લોખંડની પાઈપ સાથે લાવી અને કહેવા લાગેલ કે,ભાજપાની મિટીંગમાં અમારા માણસોને કેમ લઈ જાઓ છો તેમ કહી ગાળો બોલી હતી. આ સાથે એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રાખેલ લાકડું તેમજ પાઈપ વડે તાલુકા પંચાયત પ્રમુખના સસરા પર હુમલો કર્યો હતો. આ વખતે બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને હુમલાખોરો આજે તો તું બચી ગયો છે હવે પછી બચી નહિ શકે. તેવી ધમકીઓ આપી જતા રહ્યા હતા. ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બનાવ સંદર્ભે સંજેલી પોલીસ મથકે બંને હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.