સંજેલી તાલુકા પંચાયતમાં ખાનગી વ્યકિત દ્વારા સરકારી કામકાજ કરાવાતા તપાસ કરવા માંગ કરાઈ

સંજેલી તાલુકા પંચાયતની બાંધકામ શાખાની કચેરીમાં સરકારી કર્મચારી દ્વારા ખાનગી માણસ દ્વારા સરકારી કામકાજ કરાવતા હોવાનો આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને ના.તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

સંજેલી તાલુકા પંચાયતની બાંધકામ શાખાની સરકારી કચેરીમાં કોઈક સરકારી કર્મચારી દ્વારા ખાનગી માણસોને ટેબલ અને ખુરશી ફાળવી સરકારી કામકાજ કરાવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ બાબતનો વીડિયો પણ વાયરલ થયો છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ સરકારી કચેરીમાં ખાનગી માણસ દ્વારા કામગીરી કરવા માટે કોને રાખ્યો છે. અને તેના દ્વારા શુ શુ કામગીરી કરવામાં આવી રહી છે. અને શા કારણે રાખ્યુ છે તેની યોગ્ય તપાસ કરી અને તા.પં.ના અધિકારી, કર્મચારી તેમજ ખાનગી માણસ નરેન્દ્ર ડામોર સામે યોગ્ય તપાસ કરાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.