સંજેલી તાલુકાના નાગરિકો સમસ્યાનું સમાધાન કરવા જાય તો જાય ક્યાં ?

  • સંજેલીમાં સ્થાનીક લોકોની અનેક રજુઆતો છતાંય પ્રાથમીક સુવિધાઓના અભાવે જાહેર જનતા ત્રાહિમામ.

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકા તથા પંથકના નાગરિકો દ્વારા અવારનવાર ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, પાણી, ટ્રાફિક, દબાણ, ગંદગી, સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓ મળવાપાત્ર રહે તે બાબતે અનેક રજૂઆતો સંજેલી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીને કરાઈ હોવા છતાંય સંજેલીના વહીવટદારો નિરાકરણ કરવામાં અસમર્થ જણાય આવે છે. સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી જાણે જાડી ચામડી હોય તેમ ગ્રામજનોની અરજી કે પ્રશ્ર્નો સાંભળતા ના હોવાનું પ્રતિત થાય છે. જ્યારે લોકશાહી રીતે રજૂઆત કરે છે, પરંતુ શાસન રાજાશાહી જેવુ જણાય આવે, જેથી ગ્રામજનો સ્વાગત કાર્યક્રમ તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મજબુર બન્યા છે. જેમાં પણ તાલુકાના અધિકારીઓ, પદાધિકારી લોકોના મુખ્ય પ્રશ્ર્નોનું સમાધાન ન કરી આપતા તેઓ ફકત પોથીના રીંગણા સમાન હોય તેમ સમજી શકાય છે.

સરકાર દ્વારા જે દર માસે તાલુકા સ્વાગત તેમજ જીલ્લાના સ્વાગત કાર્યક્રમ તો યોજાઈ છે છતા પણ સંજેલી જેવા પથકોમાં પ્રશ્ર્નોનું નિરાકરણ આવતું નથી પરંતુ કાર્યક્રમ આવેલ અરજી કે પ્રશ્ર્નોને એકબીજા અધિકારીઓ, પદાધિકારીને ટ્રાન્સફર ખો-ખો જેમ રમત રમાઈ છે, જેના પરિણામ સ્વરૂપે સરકારી બાબુઓ સરકારના નિયુકત કરેલ અધિકારીઓ મસ -મોટો પગાર તો સમયસર લેતા હોય છે, પરંતુ પ્રજાલક્ષી કામો કરવામા વર્ષો સુધી વિલંબ શા માટે ?

સારૂં સ્વાસ્થ્ય, સારી સ્કૂલ, રસ્તા, સ્વચ્છ પાણી વગેરે જેવી પ્રાથમિક ને ભૌતિક સુવિધા આપવી સરકારની એક ફરજ છે જેને મેળવવા તાલુકાથી લઈ જીલ્લા સુધી અનેક રજૂઆત કરવા છતાં નગરજનો અંધેર વહીવટ નો શિકાર બનતા ક્યારે અટકશે ?

સંજેલીના લોકો ક્યારે 19મી સદીમાંથી 21 મી સદીમાં આવશે ?…

જેના પરિણામે સંજેલી તાલુકામાં લોકોના પ્રશ્ર્નો ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે, જો સરકાર દ્વારા નિમણુક કરેલ અધિકારી દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાક સરકારી બાબુઓ પોતાની નોકરી પણ ગુમાવી શકે છે. જેથી તેઓ પોતાના લાગતા વળગતા અધિકારીને કે કર્મચારીને બચાવવામાં ની હોડ લાગી હોય કે પછી કામ જ નહીં કરી ફક્ત લોકોના ટેક્ષના પૈસાથી બેઠો પગાર સરકાર પાસેથી લેય સરકારી તિજોરીને મોટુ નુકશાન કરતા હોય તેવો તેમના કાર્ય પરથી ફલિત થઈ રહ્યું છે. જો અધિકારીઓ તેમનું કામ 2% પણ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો સંજેલી તાલુકો 19મી સદીમાંથી 21મી સદીમાં જીવન જીવશે.

વધુમાં સંજેલી તાલુકામાં કેટલાક ભુમાફિયા સક્રિય થયેલા છે. જેઓએ મસ મોટુ દબાણ કરેલ છે, જેની અવાર નવાર અરજી કરવામાં આવેલ છે જો આવા ભૂ માફિયા લગામ લાદવામાં અધિકારીઓ નિષ્ફળ ગયેલ છે. તેવું લોકમુખી ચર્ચા જોવા મળે છે. વધુમાં તાલુકાકક્ષાએ આવા સરકારી બબુઓ તો જોવા મળે છે, પરંતુ જીલ્લાકક્ષાએથી પણ ખાસ કોઈ સંતોષકારક કામગીરી કરતા જોવા મળતા નથી. હવે સંજેલી તાલુકા તથા આજુબાજુના પંથકના લોકો પોતાના પ્રશ્ર્નોનો નિરાકરણ લાવવા માટે ક્યાં ફરિયાદ કરવી તે એક વિચારવા જેવો પ્રશ્ર્ન થઈ રહ્યો છે.