સંજેલી તાલુકાના મોલી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થયેલી ગેરરીતીની તપાસ અંગે રજૂઆત

  • NRG ATVT MLA નાણાપંચ થયેલ ભ્રષ્ટાચારની તપાસ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત.

સંજેલી,

સંજેલી તાલુકાના મોલી ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં થયેલા ATVT NRG MLA નાણાપંચ સહિત વિકાસના કામોમાં થયેલી જે રીતે તપાસ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા જિલ્લા અને કક્ષાએ રજૂઆત કરતા ખળભાટ મચી જવા પામ્યો હતો.

સંજેલી તાલુકાના મોલી ગૃપ ગ્રામ પંચાયતમાં ઇટાડી ગસલી ડોકી પતેલા ગામોનો સમાવેશ થાય છે. ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ડામોર દ્વારા વર્ષ 2019 ડિસેમ્બર 2022 દરમિયાન નાણાપંચ યોજના ATVT વિકાસશીલ NRG MLA 15 ટકા વિવેક યોજના TSP યોજના પાણી પુરવઠા સહિતના વિવિધ યોજનાઓના વિકાસના કામોમાં ગામ દીઠ પ્રમાણે થયેલા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને સ્થળ નિરીક્ષણ કરી અને યોગ્ય તપાસ કરવા તેમજ પાણી પુરવઠાની યોજના હેડ પંપ, બોર વીથ મોટર, મીની એલ આઇ નળ સાથે સામૂહિક કુવા, હવાડા, સરક્ષણ દીવાલો, ચેક વોલ, માટી મેટલ, સી.સી. રસ્તા, સામુહિક સ્મશાન ગૃહ વિવિધ યોજનાના વ્યક્તિગત કુવા સહિત 15 માં નાણાપંચના વિકાસ લક્ષી કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને તેમજ મૌલી ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા વિકાસ સહિત વિવિધ કામો માત્ર કાગળ પર જ દર્શાવી અને નાણાની ઉચાપત કરવામાં આવી હોવાની આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક બામણીયા રામસિંગભાઈ એ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી વિકાસના કામોમાં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરી અને ગેરરીતી આચરનાર સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.