સંજેલી તાલુકાની વિવિધ આંગણવાડીમાં મમતા દિવસ નિમિત્તે વિવિધ રોગો વિશે માહિતગાર કર્યા

સંજેલી,

સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા ઉત્તમ કામગીરીના રૂપે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને વિવિધ રોગો વિશે માહિતગાર કરી સચેત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સંજેલી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. હિતેશ ચારેલના માર્ગદર્શન મુજબ દાહોદ જીલ્લામાં બીજા જિલ્લા કરતા એનિમિયાની પ્રમાણ વધારે હોઈ મમતા દિવસના રોજ વિવિધ આંગળવાડી કેન્દ્ર પર આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાલુકાની વિવિધ આંગળવાડી પર આયર્ન ફોલીક એસિડ સીરપ, સ્તનપાનનું મહત્વ, સુપોશિત આહાર, એનિમિયાના લક્ષણો, બાળકોમાં ન્યૂમોનિયા વિશે વિડિયો બતાવી સહજતા પૂર્વક નાગરિકોને સમજણ આપી રોગોના લક્ષણ વિશે અવગત કર્યા હતા. તેમજ રોગોના ઉપચાર વિશે નાગરિકોને માહિતગાર કર્યા હતા. જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા સહજતા પૂર્વક નાગરિકોને સમજણ આપવામાં આવી હતી.