સંજેલી તાલુકાની ફરસાણ અને નાસ્તાની દુકાનમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકીંગ કરી નમુના લેવાયા

દાહોદ, દાહોદ જીલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંજેલી તાલુકમાં આવેલ નાસ્તાની દુકાનો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, શરબત કેરીઓના રસ તેમજ પાણીપુરીની દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરતાં જેમાં પાણી પુરીની લારીઓમાંથી રગડો તેમજ પકોડીનું પાણી આશરે 20 લીટર જેટલુ નાશ કરવામાં આવેલ છે. તેમજ અન્ય દુકાનોની ખાદ્ય સામાગ્રીના નમુનાઓ પણ લેવામાં આવ્યાં છે.

દાહોદ જીલ્લામાં હાલ કાળઝાળ ગરમીને પગલે જીલ્લામાં કેરીના રસ, ઠંડાપીણાની દુકાનો તેમજ ફરસાણની દુકાનો વિગેરે ધમધમી રહી છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આજરોજ ખોરાદ અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ જીલ્લાની ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના કદવાલ ગામમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નાસ્તા, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા અને શરબતનું વેચાણ કરતાં વેપારીઓ, કેરીના રસનું વેચાણ કરતાં ફેરીયાઓ, પાણીપુરીની લારીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન 17 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ તપાસ દરમ્યાન કુલ 06 પાણીપુરીની લારીઓ, 04 કેરીના રસનું વેચાણ કરતાં ફેરીયા અને 05 આઈસ્ક્રીમ અને લસ્સીનું વેચાણ કરતાં દુકાનોમાં તાપસ કરવામાં આવી હતી. આ તપાસમાં 03 પાણીપુરીના લારીઓમાં રગડો તેમજ પાણીપુરીનું પાણી આશરે 20 લીટર જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. દાહોદ જીલ્લામાં હાલ ગરમીની સીઝનમાં ખાદ્ય આવી ખાદ્ય સામગ્રીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં વેપારીઓમાં આ કામગીરીને પગલે ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો છે.