સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્રોની નિવૃત્ત બહેનોને ગ્રેજયુઈટીની રકમ ન ચુકવાતા હાલાકી

સંજેલી તાલુકામાં 137 જેટલી આંગણવાડી કેન્દ્રો આવેલા છે. આ કેન્દ્રો પર બાળકોને અભ્યાસની સાથે સાથે ગામની સગર્ભા ધાત્રી બહેનોને પણ વિવિધ યોજના અંતર્ગત જમવાનુ ભોજન આપે છે. આ કેન્દ્રોમાં વર્ષો પહેલા આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે 200 રૂપિયામાં સેવા આપી અને નિવૃત્ત થયેલી બહેનોને સરકાર દ્વારા ગ્રેજયુઈટીની રકમ આપવામાં આવતી હોય છે. છેલ્લા ધણા વર્ષથી આ રિટાયર્ડ થયેલી બહેનોને ગ્રેજયુઈટી મેળવવા માટે પોતાના તમામ ડોકયુમેન્ટો જમા કરાવ્યા છતાં પણ ખાતામાં ગ્રેજયુઈટીની રકમ જમાં થઈ નથી. પોતાની મહેનતના ગ્રેજયુઈટીના નાણાં લેવા માટે પણ આ નિવૃત્ત બહેનો પાસેથી ટકાવારી ઉઘરાવી છે. તેઓ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ટકાવારી લીધા બાદ પણ આ બહેનોના ખાતામાં તેમની ગ્રેજયુઈટીના હપ્તાની રકમ જમાં કરવામાં આવતી નથી. હાલ બહેન ઉંમર લાયક થઈ ગઈ છે જેથી તેમના જીવન નિર્વાહ ચલાવવામાં ધણી તકલીફો આવતી હોવાથી તેમને ધર સંસાર ચલાવવા માટે નાણાંની જરૂર પડતી હોય છે. અને પોતાના આ ગ્રેજયુઈટીના હકકના નાણાં મેળવવા માટે વારંવાર સંજેલી સુધી લાંબા થવુ પડે છે તેમ છતાં પણ તેમના હકકના નાણાં ખાતામાં જમાં થતા નથી જેથી તાત્કાલિક આ નાણાં જમા કરવા માંગ ઉઠી છે.