સંજેલી તાલુકાના પાંચ ગામોના જંગલમાં આગ લાગી

સંજેલી,સંજેલી તાલુકામાં પીછોડા, ઝુસા, નેનકી, ગલાનાપડ, બચકરીયા, કોટા જેવા ગામોમાં મેથાણ, મોટા આંબલીયા, પીછોડા ગામોમાં લાગેલી આગને વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓના સહકારથી રાત્રે ભારે જહેમતથી કાબુમાં લીધી હતી. એક જ સમયે પાંચ ગામોના જંગલોમાં લાગેલી આગને વનવિભાગના મર્યાદિત સ્ટાફે ભારે જહેમત બાદ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આગ કોને લગાવી તે જાણી શકાયુ નથી. પરંતુ જંગલ આપી સોૈની હરિયાળી મિલ્કત છે. જેમાંથી મળતી ઉપજ પણ આપણી આજીવિકાનુ સાધન બને છે. જેથી સોૈએ તેનુ રક્ષણ અને જતન કરવુ જોઈએ.તેમ વનવિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.