- વ્યાજનું વ્યાજ વસૂલનાર સજેલી સોનિયા ફેશન કાપડની દુકાન માલિક સામે ગુનો દાખલ.
- 33000 વ્યાજ ની 10 % ની રકમ 1,43,600 મેળવી છતાં કોર્ટ કેસ કર્યો.
- સંજેલી વર્ધમાન કો.ઓ. સોસાયટીના પ્રમુખ સામે વ્યાજખોરીનો ગુનો દાખલ.
સંજેલી,
સંજેલી તાલુકાના પિછોડા આશ્રમ શાળાના શિક્ષકે વ્યાજનું વ્યાજ ચૂકવી ત્રાસેલા સંજેલી સોનિયા ફેશન કાપડની દુકાનના વ્યાજ ખોર સંચાલક થી કંટાળેલા શિક્ષકે 33000 વ્યાજના રૂા.1,43,600 વ્યાજ ચૂકવ્યું છતાં પણ પેટ ન ભરાતા ચેકો બાઉન્સ કરાવી નોકરીમાંથી છૂટો કરાવી અને જાનથી મારી નાખવાની ધમકી અને ત્રાસ આપતા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાતા વ્યાજખોરો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો.
સંજેલી તાલુકાના પિછોડા આશ્રમશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમણભાઈ પ્રભુદાસભાઈ સોલંકી ને વર્ષ 2019 માં ફાઇનાન્સ ની લોન ભરવા માટે નાણાંની જરૂર પડતા સંજેલી ખાતે સોનિયા ફેશન કાપડની દુકાન સંચાલક જયેશ કનકમલ ધોકા પાસેથી 1,11000 10% ના લેખે લીધા હતા તે દરમિયાન સહી કરેલા બે કોરા ચેક લીધા હતા ત્રણ માસ બાદ રકમ ચૂકવી દીધી હતી પરંતુ વ્યાજખોર વેપારીએ તેની પાસે લીધેલા ચેક આપ્યા ન હતા અને વ્યાજના 33 હજાર રૂપિયાનું વ્યાજ મેળવવા દર મહિને 10% લેખે વ્યાજ ની ઉઘરાણી કરતો હતો પરંતુ જાન્યુઆરી 2022 માં શિક્ષકની માતા બીમાર પડતા વ્યાજ ચૂકવવા માં મુશ્કેલી પડી હતી વ્યાજખોર આશ્રમશાળા ખાતે આવી અને તારો 1,99000 નો ચેક બેંકમાં નાખી દઈશ તને જોઈ લઈશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો અને ફેબ્રુઆરી માસમાં ચેક બાઉન્સ કરાવી વકીલ મારફત નોટિસ મોકલાવી હતી ચેક માં ફસાવી દેશે તેવા ડરેથી 20000 રૂપિયા રોકડા અને 3100રૂપિયા નોટિસનો ખર્ચ મળી 23,100 રોકડા આપી નોટિસ પરત ખેચાવી હતી. જે બાદ વ્યાજ ચૂકવતો હતો પરંતુ ફરી માતા બીમાર પડતા વ્યાજ ના ચુકવાતા નવેમ્બર માસમાં 1,99000 નો ચેક બાઉન્સ કરાવી અને નોટિસ મોકલાતા 10000 રૂપિયા વ્યાજ અને 3100 વકીલ ના મળી 13,100 રોકડા આપી અને નોટિસ પરત ખેચાડી હતી આમ વ્યાજખોર વેપારીએ 33,000 ના વ્યાજમાં વ્યાજનું વ્યાજ કરી રૂા.1,43,600 રૂપિયા મેળવ્યા છતાં પણ દર મહિને 10000 રૂપિયા ભરવા પડશે તેવી ધમકી આપી બળજબરી પૂર્વક કોરો ચેક પડાવી લીધો હતો ફાઇનાન્સ ની લોન ભરવા માટે લીધેલા રકમ પરત કર્યા બાદ પણ વ્યાજખોર વેપારી દ્વારા અવારનવાર વ્યાજનું વ્યાજ વસુલી અને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપી તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની અને નોકરીમાંથી છૂટો કરાવી દઈશ તેવી ડરાવી ધમકાવી અને હેરાન પરેશાન કરતા પીછોડા આશ્રમ શાળામાં શિક્ષક તરીકે મૂળ પેટલાદના બોરીયાવી ગામના રમણભાઈ પ્રભુદાસ સોલંકી સંજેલીના સોનિયા ફેશન કાપડની દુકાનના વ્યાજખોર જયેશ કનકમલ ધોકા વિરોધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી સહિત તાલુકાઓમાં વ્યાજખોરોમાં ફ્ફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને ચારે કોર ચર્ચાનો વિષય બન્યો હતો.