સંજેલી તાલુકામાં વિકાસના કામોની યાદીમાં અનેક કામો રિપીટ : ગ્રાન્ટના દુરૂપયોગનો આક્ષેપ

સંજેલી, સંજેલી તાલુકા પંચાયતમાં વિકાસશીલની યાદીમાં તાલુકાની સંજેલી સહિત ગ્રામ પંચાયત વિસ્તારમાં ફળિયાના નામોની બાદબાકી કરી મન મરજી મુજબ વ્યકિતગત નામો લખી સ્થળ પરના નામો ફેરફાર કરી એકના એક કામો વારંવાર રિપીટ થયાનુ પ્રકાશમાં આવ્યુ છે. છેલ્લા છ માસથી વોટર વર્કસ પાસે ભુમાફિયા દ્વારા રસ્તા અને નાળાનુ બાંધકામ થયુ છે. તેનુ પણ આ આયોજન લિસ્ટમાં નામ આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા વિકાસના કામો માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. સંજેલી તાલુકામાં પણ એટીવીટી વિકાસશીલ એટીવીટી કાર્યવાહક 15 ટકા જિલ્લા આયોજન અને ટીએસપી તેમજ એમએલએ જેવી ગ્રાન્ટમાંથી સંજેલી તેમજ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામ માટે જિલ્લા આયોજનની 125 લાખની અને વિવેકાધિન વિકાસ કામમાં 133.65 લાખ તાંત્રિક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે યાદીમાં મોટાભાગના સ્થળ પર કામો થઈ ચુકયા છે. તેવા કામોના નામો આ ફેરફાર માત્ર વારંવાર રિપીટ કરવામાં આવે છે. તેમજ ગ્રામ પંચાયતના ચોપડા પર દર્શાવેલા ફળિયાઓના નામોને બાદબાકી કરી અને વ્યકિતગત નામો લખીને અને એક વ્યકિતની અલગ અલગ યાદીઓમાં એ જ કામોના નામો દર્શવવામાં આવે છે. સંજેલીમાં કરોડો રૂપિયાના ખર્ચે ધરે ધરે નળ છે જળ યોજનાની કામગીરી શરૂ છે. અને કયાંક પુર્ણ થઈ ગઈ છે. તેમ છતાં વ્યકિતગત નામો લખી મીની અલાઈ, હવાડા, સંરક્ષણ દિવાલ, સાર્વજનિક કુવાના કામો ફાળવવામાં આવ્યા છે. આ બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજુઆત પણ કરવામાં આવી છે. જેનો પણ રસ્તો અને નાણાંની 1,50,000ની રકમ આ યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આવા અનેક વિકાસના કામો માત્ર કાગળ પર દર્શાવવામાં આવતા હોવાને લઈને આ આયોજનની યાદી પ્રસિદ્ધ થતાં ગામના અને તાલુકાના જાગૃત નાગરિકોમમાં આશ્ર્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે.