સંજેલી તાલુકામાં મજૂરી કરવા જતાં શ્રમિકો કાલાવાડ, સૌરાષ્ટ્ર ભુજ, જવા માટે બસો ઓવરફુલ

દાહોદ,

ચૂંટણીના હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે એવામાં સંજેલી તાલુકાના મતદારો પોતાના પરિવારના પેટનો ખાડો પુરવા મજૂરી માટે કાલાવડ સૌરાષ્ટ્ર,ભુજ,બહારગામ મજૂરી કરવા માટે બસો ઓવરફ્લો અને બે થી ત્રણ દિવસનું વેટિંગ અને બસ સ્ટેન્ડ પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી હતી. સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલો છે આ તાલુકામાં મોટાભાગના ખેડૂતો જીવન ગુજરાન ખેતી ઉપર ચાલે છે. ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા ન હોવાના કારણે શિયાળો અને ઉનાળુ ખેતીનો પાક મેળવી શક્યા નથી. વધતી જતી મોંઘવારી ના કારણે પોતાના પરિવારનું પેટીયુ રળવા બહારગામ જવા મજબૂર બન્યા. તાલુકામાં કેટલાક નવ યુવાનો પીટીસી એમે.બી.એડ. કોલેજ જેવી ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરી બેઠેલા વિદ્યાર્થીઓ રોજગારીની તકો ઊભી ન થતા હાલ તેઓ પોતાનું પરિવારનું પેટીયુ રડવા બહારગામ મજૂરી કરવા જતા હોય છે. મોંઘવારીના કારણે પોતાના પરિવારનું પેટીયુ રળવા કાલાવડ, સૌરાષ્ટ્ર, ભુજ લાંબા રૂટ ની બસો ઓવરફ્લો અને બે થી ત્રણ દિવસનું બસોમાં વેટિંગ. અગાઉના સમયે 10 થી 20 રૂપિયામાં છૂટક તેલ ખાંડ મરચું મસાલો જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી હતી જે હાલ મોંઘવારી વધતા મુશ્કેલ બન્યું વધતી જતી મોંઘવારી સામે પૂરતી મજૂરી મળતી નથી.ગરીબોના ઘરમાં કોઈક દિવસે તો ચૂલો પણ સળગતો નથી સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નવયુવાનો અને વિદ્યાર્થીઓ મોટાભાગના કાલાવડ, ભુજ, સૌરાષ્ટ્ર બહારગામ મજૂરી કરવા મજબૂર બન્યા. સરકાર દ્વારા અપાતી 100 દિવસની રોજગારી કેટલાક લાભાર્થીઓને મળી નથી.