
સંજેલી, સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ધોરણ 1 થી 8 ધોરણ સુધી કાર્યરત છે. જેમાં તારીખ 21 જૂન 2023 બુધવારના રોજ શાળાના પટાંગણમાં વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના આ. શિક્ષક અશ્ર્વિનભાઈ સી. સંગાડા દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતાં અને યોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને યોગ ભગાવે રોગ એટલે કે યોગના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ દ્વારા વિશ્ર્વ યોગ દિવસની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના સ્ટાફગણ સેલોત નિકિતાબેન, ખરાડી સદગુણાબેન, નિકિતાબેન પ્રજાપતિ, અશ્ર્વિનભાઈ સંગાડા દ્વારા યોગ કરવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી.
