સંજેલીની શાળામાં શિક્ષકે બાળકોના વાળ કાપી નાંખતા વિવાદ

સંજેલી તાલુકામાંથી લીમખેડા ખાતે આવેલ તિર્થ ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરવા માટે સંજેલી ગામમાંથી 35 જેટલા બાળકો રોજ અપડાઉન કરે છે. અઠવાડિયાના પહેલા દિવસે નિયમ સમયે બાળકો સ્કુલમાં ગયા હતા અને શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરવા માટે બેઠા હતા. તે સમયે પીટી ભણાવતા શિક્ષક ઓમકારભાઈ સ્કુલના વર્ગખંડમાં આવ્યા હતા. અને સંજેલીના ભણતા બાળકોના વાળ મોટા છે તેમ કહીને પાંચથી છ જેટલા બાળકોના વાળ કાપી નાંખ્યા હતા. આમ સંજેલી વિસ્તારમાંથી આવા ધણા બાળકો જાય છે. અવાર નવાર આવી ધટનાઓ બનતી રહે છે. જેથી શાળાના શિક્ષક તેમજ ટ્રસ્ટી પર વાલીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા આવા શિક્ષક પર યોગ્ય પગલા ભરવામાં આવે અને કડક પગલા ભરવા વાલીઓ જણાવી રહ્યા છે. જેથી આ બાળકોના વાલીઓ લીમખેડા ખાતે પહોંચી સ્કુલના ટ્રસ્ટીને આ અંગે રજુઆત કરી હતી. ત્યારબાદ સ્કુલના ટ્રસ્ટી દ્વારા આ શિક્ષકને છુટા કરાયા હતા.