સંજેલી સર્કલ ઓફિસર વતી લાંચ સ્વીકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીએ ઝડપ્યો

સંજેલી મામલતદાર ઓફીસરના સર્કલ ઓફીસર વતી લાંચ સ્વિકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીના છટકામાં ઝડપાયો હતો. સર્કલ ઓફીર ગાડી લઇને ભાગતાં પોલીસે લોકેશનના આધારે તેનો પીછો કરી ગોધરા પાસે પરવડીથી ઝડપી પાડ્યો હતો. દારપણાના દાખલા માટે 5 હજારની લાંચની માંગણી કરતાં એસીબીમાં ફરિયાદ કરતાં છટકુ ગોઠવ્યું હતું.

સંજેલી તાલુકાના એક વ્યક્તિને દારપણાનો દાખલોની જરૂર હોય સંજેલી મામલતદાર ઓફીસમાં જઇ તપાસમાં કરતાં અરજી આપવાનું જણાવ્યું હતું. ત્યારે અરજદારે મામલતદાર કચેરીના મેઇન દરવાજા સામે આવેલ સ્ટેમ્પ વેન્ડર મોહનભાઇ સોમાભાઇ બારીયાનો સંપર્ક કરતાં તેણે જણાવેલ કે મોટાભાઇના નામે મિલક્ત હોય જેથી તેમના નામની અરજી તૈયાર કરાવી અરજદારે તા.7 નવેમ્બરના રોજ સંજેલી મામલતદાર ઓફીસાં અરજી આપતા દાખલો ન મળતાં ફરીથી તા.11 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી ખાતે જઇ તપાસ કરી હતી. ત્યારે ઓફીસના કર્મચારીએ જણાવેલ કે સર્કલ ઓફીસર મેહુલ ચંન્દ્રકાન્તભાઇ રાજપાલ હાજર નથી આવતી કાલે આવશે. અરજદાર બીજા દિવસે સર્કલ ઓફીસર મેહુલ ચંન્દ્રકાન્તભાઇ રાજપાલને મળતાં તેમણે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઇ સોમાભાઇ બારીયા મળવાનું જણાવતાં અરજદાર સ્ટેમ્પ વેન્ડરને મળ્યા હતા. ત્યારે સ્ટેમ્પ વેન્ડરે સર્રલ ઓફીસર જોડે ફોનતી વાત કરતા અરજદાર પાસે 5000 રૂ.ની લાંચની માંગણી કરી હતી. ત્યારે અરજદારે આજે પૈસા નથી આવતી કાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. લાંચની રકમ અરજદાર આપવામાં માંગતા ન હોઇ એસીસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી લાંચની ફરિયાદ કરી હતી. ત્યારે મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલના બી.એમ.પટેલના સુપરવિઝનમાં મહિસાગર એસીબીના પી.આઇ. એમ.એમ.તેજાતે અને તેમની ટીમે ટ્રેપનું છટકુ ગોઠવ્યું હતું. તાલુકા સેવા સદન ગેટ સામે આવેલ સ્ટેમ્પ વેન્ડર મોહનભાઇ સોમાભાઇ બારીયાએ તેની દુકાનમાં લાંચની રકમ સ્વિકારી હતી. અને એસીબીની હાજરીમાં મોબાઈલ ફોનથી સંપર્ક કરી અને લાંચના રૂપિયા મળી ગયા હોવાની જાણ સર્કલ ઓફીસર મેહુલ ચંન્દ્રકાન્તભાઇ રાજપાલને કરી હતી.ત્યારે લાંચની રકમ સ્વિકારતાં વચેટિયા સ્ટેમ્પ વેન્ડરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.ત્યારે લાંચની માંગણી કરનાર સર્કલ ઓફીસર મેહુલ ચંન્દ્રકાન્તભાઇ રાજપાલને એસીબીના છટકાની જાણ થતાં મામલતદાર કચેરી માંથી પોતાની કાર લઇ અને ઉભી પૂંછડીએ ભાગ્યો હતો. ત્યારે પોલીસે તેને લોકેશનના આધારે પીછો કરી 60 કિમી દૂર ગોધરા પહેલા આવેલ પરવડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. કાર સાથે તેને સંજેલી સેવાસદન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી હતી. એસીબીએ બન્ને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.