સંજેલી રંગલી ધાટી કુંડ પાસે મારૂતીવાન માંથી 1.36 લાખનો દારૂ એલ.સી.બી.પોલીસે ઝડપ્યો

દાહોદ,
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના રંગલી ઘાટી કુંડ ગામે એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એક મારૂતીવાનનો પીછો કરી મારૂતીવાનના ચાલકની અટકાયત કરી મારૂતીવાનમાંથી પોલીસે રૂા. 1,36,320ના પ્રોહી જથ્થા સાથે મારૂતીવાનની કિંમત મળી કુલ રૂા. 2,36,820નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં મારૂતીવાનની અન્ય વાહન મારફતે પાયલોટીં કરી રહેલ અને ફરાર એવા અન્ય પાંચ જેટલા ઈસમો વિરૂધ્ધ પણ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.03મી નવેમ્બરના રોજ સંજેલી તાલુકાના રંગલી ઘાટી ઉતરતાં કુંડ ગામ તરફ જવાના રસ્તા પરથી એક મારૂતીવાનમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થતો હોવાની માહિતી દાહોદ એલ.સી.બી. પોલીસને મળતાં પોલીસે આ મારૂતીવાનનો પીછો કરી થોડે દુરથી મારૂતીવાનને ઝડપી પાડી તેમાં સવાર ચાલક શંકરભાઈ પાસરીંગભાઈ પલાસ (રહે. નેનકી, સીમ ફળિયુ, તા.સંજેલી, જિ.દાહોદ) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.1416 કિંમત રૂા.1,36,320ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 2,36,820નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યોં હતો. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ચાકલની પુછપરછ કરતાં પોતાની ધર્મેશભાઈ મણિલાલ રાઠોડ (રહે.નાની સંજેલી, તા.સીંગવડ, જિ.દાહોદ), મુકેશભાઈ મણિલાલ રાઠોડ (રહે. ડેડીયા, નદી ફળિયું, તા. સંજેલી, જિ.દાહોદ), ઉપેન્દ્રઊભાઈ કાળુભાઈ ભેદી(રહે. ચાચકપુર, તા. સીંગવડ, જિ.દાહોદ) નાઓ મારૂતીવાનની સ્વીફ્ટ ગાડી સાથે પાયલોટીંગ કરતાં હતાં ત્યારે રાજસ્થાનના ભીલકુવાનો વિદેશી દારૂના ઠેકેદાર મળી આ પાંચ ઈસમો વિરૂધ્ધ સંજેલી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.