દાહોદ,
દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો વેપાર કરતા દુકાન માંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડી જીવલેણ અને ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમરકસી રહી છે.
જીવલેણ ચાઈઝની દોરી માનવીને તેમજ પશુના નુકસાનની દિનપ્રતિદિન વધવા લાગ્યું છે. જેને લઇ પોલીસ ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા ઈસમો પર ઉપર કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો વ્યક્તિઓના મોત પણ નીપજયા છે. ચાઈનીઝ દોરી રાખનાર કે વેચનાર સામે પોલીસની લાલ આંખ.
સંજેલી નગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે સંજેલી વિસ્તારમાં પ્લાસ્ટિકની દુકાનમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચાણ કરતો એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સંજેલી એમ.એમ.માળી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી હતી. રેડ દરમિયાન સંજેલી ગામે રહેતા મહેન્દ્રભાઈ ભાવસાર, પંચાલ ફળિયામાં કુંજલ નામની પ્લાસ્ટિકની દુકાનમાં ચાઈનીઝ દોરીનો ધંધો ચલાવતો હોય અને ચોરી છુપીથી ચાઈનીઝ દોરીની ફીરકીયો વેચાણ કરતો હોય જે બાતમી આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ચાઈનીઝ દોરી નંગ બે મળી કુલ મુદ્દામાલ રૂા.500 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી સંજેલી પોલીસ દ્વારા કરાઈ હતી. જેમાં એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.