સંજેલી,
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર પણ ચૂંટણીને તૈયારી લઈ સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે સંજેલી ખાતે આવેલી ક્ધયા શાળાના બાળકો દ્વારા નગરમાં અવસર રથ થકી મતદારોને જાગૃત કરવા માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. બેનર સહિત સુત્રોચાર સાથે મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. વૃધ્ધ હો યા જવાન સભી કરે મતદાન જેવા સૂત્રો પોકાર્યા હતા અને નગરમાં રેલી મારફતે વધુમાં વધુ મતદાન કરે તે માટે રેલી થકી મતદારોને આહવાન કરવામાં આવ્યું હતું. જે રેલી સંજેલી નગરના વિવિધ માર્ગો પર ફરી હતી અને મતદારોને સરળ ભાષામાં મતદાન કરવા જાગૃત કર્યા હતા. મતદાન જાગૃતિ રેલીમાં સંજેલી ક્ધયા શાળાના બાળકો, શિક્ષકો સહિત આચાર્ય જોડાયા હતા.