દાહોદ,
દાહોદ જિલ્લાના સંજેલીના યુવાનને ભડવા ભુવાની વિધિ કરાવી હોવાની શંકાએ સસરા સહિત ના વ્યક્તિઓએ જમાઈ ને ઘરેથી મારૂતિ કારમાં અપહરણ કરી ગોધરા ફાર્મ હાઉસ પર પાચ દિવસ ગોંધી રાખી અને ઉંદો લટકાવી માર મારી હાથ પગ તેમજ ઢીંચણના ભાગે ફેક્ચર કરી બસમાં સંજેલી ખાતે ધકેલી મુકતા ગોધરા AIMIM ના કાઉન્સિલર અને વિધાનસભાના અપક્ષ ના ઉમેદવાર તેમજ સસરા સહિત 5 સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી.
પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી ખાતે કુંભાર ફળિયામાં રહેતા મુનાફ ઉર્ફે નદી ગનીભાઈ મોરાવાલા તારીખ 7 મીના રોજ ગોધરા ખાતે રહેતા તેના સસરા સહિત ચાર જણા એકબીજાની મેળાપીપળા કરી સંજેલી આવી અને કહેવા લાગેલ કે સંજેલી થી બડવા ભોપાને લઇ અને તું ગોધરા આવેલો છે તેને લઈને ગોધરા ચાલ તેવું કહેતા મુનાફે કહેલ કે મારો સાળો અનીફ ફારૂક અસલો વિધિ માટે મને બડવા ને મળવાનું પૂછ્યું હતું જેથી મેં કોન્ટેક્ટ કરાવી આપ્યો હતો અને તેને શું વિધિ કરાવી તે બાબતે મને ખબર નથી કેમ કેવા છતાં પણ સસરા સહિતના આવેલા ચારે જણાએ કહેલ કે બડવાને ગોધરા લઈને ચાલ અને આ તમામને સાજા કરાવી આપ તેમ કહી બળજબરીપૂર્વક વાદળી કલરની કારમાં મુનાફ ને બેસાડી અને કારમાજ ગઢડા પાડુનો માર મારી ગોધરા ખાતે ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યા AIMIM ના કાઉન્સિલર અને હાલ અપક્ષ વિધાનસભાના ઉમેદવાર હનીફહાજી શહીદ કલંદરના ફાર્મ હાઉસ પર મૂકી અને સસરા સહિતના માણસો ત્યાંથી પાલન થઇ ગયા હતા. જે બાદ AIMIM કાઉન્સિલર અને અપક્ષ વિધાનસભાના ઉમેદવાર હનીફ શહીદ કલંદર અને તેના ભાઈ અબ્દુલ રજાક શહીદ કલંદર બંને ભાઈઓ ફાર્મ હાઉસ પર આવી પહોંચ્યા હતા અને કહેવા લાગેલ કે તે હમારી બહેન જમીલા ઉપર વિધિ કરાવેલ છે. જેથી આ બધા ઘરના માણસો બીમાર પડે છે. તેમ કહી બંને ભાઈઓએ ર્માં બેન સમાણી ગાળો બોલી અને હાથમાં લાકડીઓ લઈ તેમજ છૂટા હાથી અને પથ્થરો વડે માલ મારી તને જીવતો છોડવાનો તેમ કહી ધાક ધમકી સાથે તારીખ 7 /11 થી તારીખ 12/11 સુધી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી અને અવારનવાર ઊંધો લટકાવી ગંભીર માર મારેલ અને પાંચ દિવસ બાદ તારીખ 12 મીના રોજ સંજેલી જતી એસટી બસમાં બેસાડી દીધા હતા. જમણા હાથે તેમ જ આંગળીના ભાગે ડાબા હાથે શરીરના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ફેક્ચર થતા ઘરના માણસોને બનાવ સંદર્ભે જાણ કરી હતી. સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર લઈ અને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે સમાજ રહે નિકાલ ન થતા મુનાફ મોરાવાલે સંજેલી પોલીસ મથકે ગોધરાના રહેવાસી સસરા ફારૂખ હમીદ અસલા સુલ્લીમ કરીમ બદામ ઇકબાલ અસલમ ચુચલા તેમજ ગોધરાના AIMIM ના કાઉન્સિલર અને અપક્ષ ગોધરા વિધાનસભાના ઉમેદવાર હનીફ શહીદ કલંદર અને અબ્દુલ રજાક શહીદ કલંદર સહિત પાંચ લોકો સામે અપહરણ તેમજ ગોંધી રાખી માર મારવા સબંધે ફરિયાદ નોંધાવતા સંજેલી તાલુકા સહિત જિલ્લામાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.