સંજેલીના વાસીયામાં ગૌચર જમીનોના દબાણ લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ દુર કરવામાં આવે તેવી માંગ

સંજેલી તાલુકાની વાસીયા ગ્રામ પંચાયતમાં આવેલા સર્વે નં-111માં ગોૈચર પરના દબાણો દુર કરી ગુજરાત જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા તલાટી, મામલતદાર અને ટીડીઓને લેખિત રજુઆત કરાઈ છે.

હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા કલેકટરને ગોૈચર અને સરકારી પડતર પરના દબાણો દુર કરવા માટે ટકોર કરાઈ છે. જેવા જિલ્લા અધિકારી દ્વારા તાલુકાના અધિકારીને પોતાના પંચાયત વિસ્તારમાં આવેલ ગોૈચર પરના દબાણો અને સરકારી દબાણો માપણી કરી અને દુર કરવા માટે સુચનાઓ આપી છે. જેના આધારે સંજેલી પંચાયત સફાળુ જાગ્યુ છે. અને બેઠક યોજાઈ તાત્કાલિક દબાણો ખુલ્લા કરવા માટે માપણી ફી ભરી દબાણો ખુલ્લા કરવા માટેના ઠરાવ કરવામાં આવ્યા છે.

ત્યારે ગોૈચર પર કરેલુ તેમનુ દબાણ દુર કરે તેવી વાસિયા સહિત સંજેલી તાલુકાના દબાણો માટે અવાર નવાર ગામના જાગૃત નાગરિક દ્વારા રજુઆતો કરાઈ છે. આ માથાભારે ઈસમો દ્વારા ગોૈચર પર દબાણો કરી અને નજીકમાં જ ખેડુતોના પોતાના માલિકીના ખેતરમાં પણ હેરાન પરેશાન કરતા હોવાથી પંકજકુમાર ચેતનભાઈ મછારે ગોૈચર સર્વે નં-111 પરના દબાણો દુર કરવા અને દબાણ કરનાર સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયત તેમજ તાલુકા અધિકારીને લેખિત રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.