સંજેલીના સરોરી ગામે અજગર મળી આવતા રેસ્કયુ કરાયુ : ગ્રામજનોમાં ભય

સંજેલી,

સંજેલી તાલુકાની આજુબાજુ ડુંગરાળ જંગલ વિસ્તાર આવેલ છે. ત્યારે જંગલી પ્રાણીઓ સહિતના જંગલોમાં જાનવરોનો પણ સમાવેશ થાય છે. સંજેલી વન વિભાગ દ્વારા પાછલા કેટલાક વર્ષથી જંગલ વિસ્તારમાં વૃક્ષો વાવવાનુ તેમજ વૃક્ષોના જતન કરવાની કામગીરી લઈને જંગલોનો સારો વિકાસ થયો છે. ત્યારે જંગલ વિસ્તારમાં વધારો થતાં જ હાલ જંગલોમાં જંગલી પ્રાણીઓ પણ સંજેલી તાલુકામાં પણ જોવા મળી રહ્યા છે. સંજેલી તાલુકામાં હાલ જ કેટલીક જગ્યાઓ ઉપરથી અજગરોનુ પણ રેસ્કયુ કરવામાં આવી રહ્યુ છે.

સંજેલી તાલુકાના સરોરી આઈ.ટી.આઈ.ખાતેથી જ અજગર હોવાની વાતને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અજગરને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા વનવિભાગના કર્મચારીઓને સંજેલી ખાતે જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ જે જગ્યા ઉપર અજગરની ભારે જહેમત બાદ અજગરનુ રેસ્કયુ કરી વનવિભાગના કર્મચારીઓને સફળતા મળી હતી. સંજેલી વનવિભાગના કર્મચારીઓ દ્વારા અજગરનુ રેસ્કયુ કરી અને તેને અન્ય સલામત જગ્યાએ જંગલમાં છોડી મુકવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ.