સંજેલી, સંજેલી રાજમહેલ રોડ પર કોન્ટ્રાકટર દ્વારા જુનો રસ્તો તોડી પાડી તેને દુર કર્યા વિના જ વેડમીક્ષ કે જીએસબી કર્યા વિના ડસ્ટ પાથરી દેતા આશ્રર્ય સર્જાયુ છે. આ મામલે લોકો દ્વારા ઉચ્ચ અધિકારીને જાણ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સંજેેલી નગરમાં પાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે બનાવવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરાતા તાલુકા પંચાયત પાસેથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જે બસ સ્ટેશન સુધી આવતા કલમી ફળિયા થઈ અને રાજમહેલ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાકટર દ્વારા રાજમહેલ રોડ તરફનો જુનો સીસી રસ્તો તોડી પાડી ટુકડાઓ દુર કરવાને બદલે રોલર મશીનથી નાના-નાના ટુકડા કરી રસ્તો બનાવવાના નિયમોને નેવે મુકી અને વેડમીક્ષ કે જીએસબી કર્યા વિના જ બારોબાર ડસ્ટ પાથરી દેવામાં આવી હતી. આ બાબત ઘ્યાને આવતા સ્થાનિક લોકો તેમજ ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના અધિકારીને જાણ કરાઈ હતી.