સંજેલીના મોટા કાળિયા તળાવમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

સંજેલી,

મોટા કાળિયાના કાળિયા હિલ સિંચાઈ તળાવમાંથી ત્રણ દિવસથી લાપતા તારમી ગામની મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. દિકરી પ્રેમ સંબંધમાં નાસી ગયા બાદ તેનો કોઈ જ નિકાલ નહિ આવતા માનસિક તાણમાં રહેતી માતાએ આ અવિચારી પગલુ ભર્યુ હોવાનુ પતિએ પોલીસમાં જણાવ્યુ હતુ.

તારમી ગામમાં રહેતી રકનભાઈ પરમારની 10માં ધોરણમાં અભ્યાસ કરતી દિકરી સીમલખેડી ગામના યુવક સાથે ભાગી ગઈ હતી. જેનુ પંચરાહે નિકાલ કે સમાધાન થયુ ન હતુ તેના કારણે માતા મીનાબેન માનસિક તાણમાં રહેતી હતી. મોટા કાળિયા ગામના તળાવમાંથી મળી આવેલી અજાણી મહિલાની લાશ મીનાબેનની હોવાનુ સામે આવ્યુ હતુ. પતિ રકનભાઈએ પોલીસને જણાવ્યુ હતુ કે, ત્રીજી તારીખ રકનભાઈ કામે ગયા હોઈ પત્નિ મીનાબેન ધરેથી કહ્યા વગર નીકળી ગયા હતા ત્યારબાદ તપાસ છતાં તેઓ મળી આવ્યા ન હતા. છઠ્ઠી તારીખે અજાણી મહિલાની લાશ મળી હોવાનો બનેવીનો ફોન આવતા તપાસમાં તે મીના હોવાનુ જણાવ્યુ હતુ. આ ધટના અંગે પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધાયો હતો.