
સંજેલી,
કરંબા તારમી મુખ્ય માર્ગ પર ડુંગરવાળા સુમસામ રસ્તા પર બાળકોને પીવા માટે આપવામાં આવતા દુધના પાઉચ રઝળતા જોવા મળ્યા હતા. રોડ પર પાઉચ જોઈને જ આવતા જતા રાહદારીઓએ એકઠા થઈ અને દુધવાહન વાળા અવાર નવાર રોડ પર થેલીઓ ફેંકી દેતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.
સંજેલી તેમજ સીંગવડ તાલુકામાં થોડા દિવસ અગાઉ દુધના પાઉચ રોડ પર ફેંકેલા જોવા મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ ફરી કરંબા તારમી તળાવ પરના મુખ્ય માર્ગ પર ડુંગર પરથી પસાર થતા આ માર્ગ પર આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાના બાળકો માટે અપાતા દુધના પાઉચો રોડ પર જ રઝળતા જોવા મળ્યા હતા. ત્યારે રસ્તા પર જ પાઉચ પડેલા જોઈને આવતા જતા રાહદારીઓ એકઠા થઈને દુધ વાહન ચાલક રસ્તા ઉપર જ બાળકોને અપાતા પાઉચ રોડ પર જ ફેંકી દેતો છે અને આંગણવાડી કેન્દ્રો કે શાળા સુધી પહોંચાડતો નથી.